Covid-19/ છેલ્લાં સપ્તાહમાં અમેરિકામાં પ્રતિ 33 સેકન્ડે 1 નાગરિકનો કોરોનાથી ગયો જીવ, વિશ્વની આવી છે સ્થિતિ

કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર છે. ગુજરાતમાં પાછલા 24 કલાકનાં આંકડામાં કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવામાં આવી રહ્યો છે અને ગઇકાલે નોંધવામાં આવેલા કેસ

Top Stories World
corona 283 છેલ્લાં સપ્તાહમાં અમેરિકામાં પ્રતિ 33 સેકન્ડે 1 નાગરિકનો કોરોનાથી ગયો જીવ, વિશ્વની આવી છે સ્થિતિ

કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર છે. ગુજરાતમાં પાછલા 24 કલાકનાં આંકડામાં કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવામાં આવી રહ્યો છે અને ગઇકાલે નોંધવામાં આવેલા કેસ પ્રમાણે રાજ્યમાં કોરોનાનાં નવા 960 કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે અને હોલ 11,625 કોરોનાનાં એકટિવ કેસ અને નવા સંક્રમણ કરતા અનેક ગણો વધુ રિકવરી રેટ ગુજરાત માટે શાંતિપ્રદ છે.

દેશમાં એક્ટિવ કેસની રીતે કેરળ નં.1 પર પહોંચીગયુ છે અને કેરળે અંતે મહારાષ્ટ્રને પણ પાછળ છોડ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે. દેશમાં સર્વાધિક દૈનિક કેસ પણ કેરળમાં જ હાલ નોંધવામાં આવી રહ્યા છે. ગઇકાલની વાત કરવામાં આવે તો, 3,400થી વધુ સર્વાધિક દૈનિક કેસ કેરળમાં નોંધાયા છે. 60,500 એક્ટિવ કેસ સાથે એક્ટિવ રેશિયોમાં પણ કેરળ નં.1 છે. જો કે, 59,500 સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે સરક્યું છે.

  • વિશ્વમાં કોરોનાનાં નવા 5.34 લાખ કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 7 કરોડ પર
  • અમેરિકામાં 24 કલાકમાં નવા 2 લાખ કેસ
  • બ્રાઝિલમાં નવા 25 હજાર કોરોનાનાં કેસ
  • વિશ્વમાં 24 કલાકમાં 8 હજાર લોકોનાં કોરોનાથી મોત

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો જ છે અને તેના પડઘા નિરંતર સંભળાઇ રહ્યા છે. કોરોનાએ વિશ્વનાં અનેક દેશોમા નવા સ્ટ્રેન સાથે દેખા દેતા અનેક દેશોની હાલત ખસ્તા જોવામાં આવી રહી છે. ખાસ કરીને બ્રિટનમાં નવા કોરોના સ્ટ્રેનને કારણે લંડનમાં કડક કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે કોરોનાનાં આંકડાની તો, વિશ્વમાં કોરોનાનાં નવા 5.34 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. વિશ્વમાં કુલ કેસનો આંક 7 કરોડ પર પહોંચ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં નવા 2 લાખ કેસ, જ્યારે બ્રાઝિલમાં નવા 25 હજાર કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે. વિશ્વમાં 24 કલાકમાં 8 હજાર લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.

  • અમેરિકામાં વિતેલું સપ્તાહ સૌથી ઘાતક!
  • છેલ્લાં સપ્તાહમાં પ્રતિ 33 સેકન્ડે 1 નાગરિકનો ગયો જીવ
  • એક જ સપ્તાહમાં 18હજારથી વધુનાં મોત!

અમેરિકામાં વિતેલા સપ્તાહમાં હાહાકાર સાથે કોરોનાએ પ્રતિ 33 સેકન્ડે એક જીવ લીધો હોવાની વિગતો સામે આવી રહી છે, જે પોતની જાતમાં જ ભયાવહ લાગી રહ્યું છે. ગત એક સપ્તાહમાં જ અમેરિકામાં 18,000 મોત નિપજ્યા છે. વિતેલું સપ્તાહ સૌથી ઘાતક સપ્તાહ સાબિત થયુ છે. અગાઉના સપ્તાહ કરતાં કોરોનાનાં દરમાં 6.7%નો ઉછાળો જોવામાં આવ્યો હતો. એક આંકડાકીય સર્વે પ્રમાણે અમેરિકામાં દરરોજ 1800થી 3,500ના મોત થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…