Auto/ આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

વર્ષ 2020 લગભગ દરેક માટે ખરાબ વર્ષ સાબિત થયુ છે. જો કે હવે વર્ષ 2020 નો આખરે અંત આવી રહ્યો છે, આવી સ્થિતિમાં કાર પ્રેમીઓનાં મનમાં આવવું જ જોઇએ કે આ વર્ષનાં સૌથી વધુ પસંદ કરાયેલા વાહનો કયા છે.

Tech & Auto
zzas 81 આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

વર્ષ 2020 લગભગ દરેક માટે ખરાબ વર્ષ સાબિત થયુ છે. જો કે હવે વર્ષ 2020 નો આખરે અંત આવી રહ્યો છે, આવી સ્થિતિમાં કાર પ્રેમીઓનાં મનમાં આવવું જ જોઇએ કે આ વર્ષનાં સૌથી વધુ પસંદ કરાયેલા વાહનો કયા છે. બીજી બાજુ, જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ અહેવાલ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આજે આ અહેવાલમાં, અમે તમને દેશની ટોપ 10 બેસ્ટ સેલિંગ કાર (2020 માં ટોપ 10 બેસ્ટ સેલિંગ કાર) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ભારતીય ગ્રાહકોએ સૌથી વધારે ઉત્સાહ બતાવ્યો છે. તો ચાલો આપણે તે પાંચ કાર વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

1- મારુતિ સુઝુકી સ્વિફ્ટ

zzas 82 આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટને લઈને ગ્રાહકોમાં ઘણો ક્રેઝ છે. આપને જણાવી દઈએ કે, 2020 માં આ કારનાં વેચાણમાં મોટો વધારો જોવા મળ્યો છે. માત્ર નવેમ્બર 2020 માં, તેણે 18,498 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જેણે તમામ કારને પાછળ છોડી દીધી. આપને જણાવી દઈએ કે, મારુતિએ 19 ઓક્ટોબર 2020 નાં રોજ સ્વિફ્ટ લિમિટેડ એડિશનની શરૂઆત કરી હતી. આ કારની પ્રારંભિક કિંમત 5.44 લાખ રૂપિયા છે. હાલમાં સ્વિફ્ટ ચાર વેરિયન્ટ LXi, VXi, ZXi અને ZXi+ માં ઉપલબ્ધ છે.

2- મારુતિ સુઝુકી બલેનો

zzas 83 આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

મારુતિ સુઝુકી બલેનોનું વેચાણ પ્રીમિયમ નેક્સા આઉટલેટ્સ દ્વારા થાય છે. નવેમ્બર 2020 માં, બલેનોનાં 17,872 યુનિટ્સ વેચાયા. બલેનોમાં સ્ટાન્ડર્ડ 83 એચપી, 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે. નોંધનીય છે કે 2019 માં, બલેનો પાસે સ્માર્ટ હાઇબ્રિડ ટેકનોલોજીની સાથે 1.2 લિટર ડ્યુઅલજેટ K12N નું 4 સિલિન્ડરવાળુ પેટ્રોલ એન્જિન છે. વળી આ કારને બીએસ-6 એન્જિન સાથે પણ લોન્ચ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, આ કાર મારુતિ સુઝુકીની B2 સેગમેન્ટની પહેલી હેચબેક કાર છે. કંપનીની કારમાં BSVI ઇમિશન સ્ટાન્ડર્ડની સાથે Heartect પ્લેટફોર્મ છે. મીડિયા અહેવાલો અનુસાર, ઓક્ટોબર 2016 માં લોન્ચ થયાના લગભગ 1 વર્ષ પછી, 1 લાખ બલેનોનું વેચાણ નોંધાયું હતું. મે 2019 માં, બલેનોનાં 6 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું.

3- મારુતિ સુઝુકી વેગનઆર

zzas 84 આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

મારુતિ સુઝુકીની વેગનઆર લોકપ્રિયતાની સૂચિમાં ત્રીજા સ્થાને છે. નવેમ્બર 2020 માં વેગનઆરનાં 16,256 યુનિટ્સનું વેચાણ નોંધાયુ છે. મારુતિ વેગનઆર 1.0 લિટર, ત્રણ સિલિન્ડર પેટ્રોલ યુનિટ અને વધુ શક્તિશાળી 1.2-લિટર ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે લઈ શકાય છે. આપને જણાવી દઇએ કે, વેગનઆરનું એન્જિન મેન્યુઅલ અને એએમટી ઓટો ગિયરબોક્સ સાથે આવે છે. વેગનઆર ફેક્ટરી ફીટ સીએનજી કીટ સાથે ઉપલબ્ધ છે.

4- મારુતિ સુઝુકી અલ્ટો

zzas 85 આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

મારુતિ અલ્ટોને 20 વર્ષ પૂરા થયા છે. આજે આ મોડેલ 40 લાખ ભારતીય પરિવારો માટે ઉપલબ્ધ છે. અલ્ટો છેલ્લા 16 વર્ષથી સૌથી વધુ વેચાયેલી કાર છે. આ મોડેલ હજી પણ ભારતીયોનાં દિલ જીતી રહ્યું છે. નવેમ્બર દરમિયાન અલ્ટોનાં 15,321 યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું. અલ્ટો STD, LXI અને VXI મોડેલો ઉપલબ્ધ છે. દિલ્હીમાં અલ્ટો STD ની એક્સ શોરૂમ કિંમત રૂ.2,93,689 લાખ છે. વળી LXI ની કિંમત 3,50,375 લાખ અને VXI ની કિંમત 3,71,709 લાખ રૂપિયા છે. એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન (ઇબીડી), રિવર્સ પાર્કિંગ સેન્સર, ડ્રાઇવિંગ એરબેગ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને સીટ બેલ્ટ રિમાઇન્ડરથી સજ્જ છે.

5- મારુતિ સુઝુકી ડિઝાયર

zzas 86 આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ

મારુતિ સુઝુકી ડિઝાયર દેશની સૌથી લોકપ્રિય કોમ્પેક્ટ સેડાનમાંની એક છે. ડિઝાયર ડીઝલ સંચાલિત કારમાં સૌથી વધુ લોકપ્રિય રહી છે. ડિઝાયરે નવેમ્બર 2020 માં 13,536 યુનિટ્સ વેચ્યા હતા.

Technology / નવા વર્ષમાં મોંઘી થશે રેનોલ્ટ ક્વિડ, ડસ્ટર અને ટ્રીબર, જાણો …

Auto / હવે દરેક કારોમાં આપવા પડશે આ સેફ્ટી ફીચર, સરકાર લાવી રહી છે …

Indians / સ્માર્ટફોન ખરીદવામાં પાવરધા ભારતીય, બે મહિનામાં સરેરાશ સવા બ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો