સ્ટોક માર્કેટ/ શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 221 પોઈન્ટ વધીને 58217 પર ખુલ્યો

આજના કારોબારમાં BSE સેન્સેક્સ 221 પોઈન્ટના ઉછાળા સાથે 58,217 પર ખુલ્યો હતો. ગઈ કાલે સેન્સેક્સ 57,996ના સ્તરે બંધ રહ્યો હતો.

Top Stories Business

શેરબજારમાં આજે તેજી સાથે બજાર ઓપન થયો હતો, સતત  બીજા દિવસે પણ માર્કેટમાં અપ જોવા મળ્યો છે,  ઓટો અને આઈટી શેરોની સાથે-સાથે પીએસયુ બેંકોના જોરે બજારની મુવમેન્ટ ઝડપી જોવા મળી રહી છે.આજના કારોબારમાં BSE સેન્સેક્સ 221 પોઈન્ટના ઉછાળા સાથે 58,217 પર ખુલ્યો હતો. ગઈ કાલે સેન્સેક્સ 57,996ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં 74 પોઈન્ટના વધારા બાદ 17396 પર કારોબાર જોવા મળી રહ્યો છે.

નિફ્ટી 
નિફ્ટીના 50 શેરોમાંથી 48 શેરો તેજીમાં છે અને વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર 2 શેર જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી 38,000ની ખૂબ નજીક છે અને બેન્ક શેરોમાં આ સ્તર ઝડપથી હાંસલ કરશે. નિફ્ટીએ ખુલ્યાની 10 મિનિટમાં જ 17400ની સપાટી હાંસલ કરી લીધી છે.

નિફ્ટી વધતા શેરો
નિફ્ટીના ચડતા શેરોમાં ટાટા મોટર્સ 1.82 ટકા, હિન્દાલ્કો 1.62 ટકા અને હીરો મોટોકોર્પ 1.49 ટકા પર ટ્રેડ કરી રહ્યાં છે. IOCમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 1.36 ટકા અને 1.32 ટકા વૃદ્ધિ નોંધાવી રહી છે.

શેરોમાં ઘટાડો
નિફ્ટીના ઘટતા શેરમાં HUL 0.5 ટકા ડાઉન છે. બ્રિટાનિયાની સાથે એચડીએફસી લાઇફ અને એક્સિસ બેન્ક પણ ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

પ્રી-ઓપનિંગમાં બજાર
જો આજે બજાર ખુલતા પહેલા પ્રી-ઓપન પર નજર કરીએ તો, BSE સેન્સેક્સ 221.01 પોઈન્ટ અથવા 0.38 ટકાની ઊંચાઈ સાથે 58,217 પર ટ્રેડ કરી રહ્યો છે. NSEનો નિફ્ટી 74.30 અંકના ઉછાળા સાથે 17396 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.