Not Set/ અમદાવાદમાં પડ્યો ભ્રષ્ટ્રાચારનો ભુવો, રોડ રસ્તા પાછળ તંત્રએ કર્યો હતો 90 કરોડનો ખર્ચ

અમદાવાદ અમદાવાદમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસથી માઝા મૂકી છે. ત્યારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 ફૂટ જેટલો ભૂવો પડ્યો છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી એપીએમસી જતા રસ્તા પર 20 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે. જેને કારણે ટ્રાફિકની સમસ્ચામાં વધારો થયો હતો. અમદાવાદમાં પડેલા પહેલા જ વરસાદમાં તંત્રના પ્રિ મોનસુન […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
gir 3 અમદાવાદમાં પડ્યો ભ્રષ્ટ્રાચારનો ભુવો, રોડ રસ્તા પાછળ તંત્રએ કર્યો હતો 90 કરોડનો ખર્ચ

અમદાવાદ

અમદાવાદમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસથી માઝા મૂકી છે. ત્યારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 ફૂટ જેટલો ભૂવો પડ્યો છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી એપીએમસી જતા રસ્તા પર 20 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે.

જેને કારણે ટ્રાફિકની સમસ્ચામાં વધારો થયો હતો. અમદાવાદમાં પડેલા પહેલા જ વરસાદમાં તંત્રના પ્રિ મોનસુન કામગીરી ખુલ્લી પડી છે.

ચાલુ વર્ષે એ.એમ.સી દ્વારા રોડ રસ્તાઓ પાછળ 90 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે .ત્યારે આ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે. તંત્ર દ્વારા હાલ તો તકેદારીના ભાગ સ્વરૂપે તેટલા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.