જીવલેણ હુમલો/ UP સરકારના આ મંત્રી પર થયો જીવલેણ હુમલો, બ્લેડ અને ઝેર સાથે પકડાયો શખ્સ

સિદ્ધાર્થનાથ સિંહ જ્યારે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Top Stories India
હુમલો

યુપીમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હુમલો કરવા આવેલ વ્યક્તિ ઝેર અને બ્લેડ લાવ્યો હતો. હુમલો કરનાર આરોપીને કાર્યકરો અને સુરક્ષાકર્મીઓએ પકડી લીધો છે. સિદ્ધાર્થનાથ સિંહ જ્યારે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે યુપી ચૂંટણીમાં મંત્રી સિદ્ધાર્થનાથ સિંહને અલ્હાબાદ પશ્ચિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ બીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

યુપી ચૂંટણીના પાંચમા તબક્કામાં અહીં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. સિદ્ધાર્થનાથ સિંહ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર છે. તેઓ સંગઠનના કાર્યકરથી લઈને યુપીમાં કેબિનેટ મંત્રી સુધીની સફર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : સમીર વાનખેડેની હોટલ અને બારનું લાઇસન્સ રદ, કલેકટરે આપ્યું આ કારણ

યુપી સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે બુધવારે સીએમ યોગીની પ્રશંસા કરી અને સરકારની ઉપલબ્ધિઓ જણાવી. તેમણે પોતાને સીએમ યોગીનો એક્સપેરીમેન્ટલ બોય પણ ગણાવ્યા હતા. માફિયા અતીક અહેમદનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું હતું કે અત્યાર સુધી જે કંઈ થયું તે માત્ર ટ્રેલર હતું અને  2022માં ચૂંટણી જીત્યા બાદ આખી ફિલ્મ બતાવવામાં આવશે. અહીં સિંહ ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીનને ખાલી કરાવવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

જણાવી દઈએ કે યુપીમાં કુલ 403 સીટો છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. બાકીના રાજ્યો (પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવા) સાથે 10 માર્ચે પરિણામ આવશે.

આ પણ વાંચો :શિવસેના નેતા સંજ્ય રાઉતે મોદી સરકાર પર કર્યા પ્રહાર,જાણો ચીન-પાકિસ્તાન મામલે શું કહ્યું…

આ પણ વાંચો :ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં નુકસાન સામે કોઇ સેટ ઓફ નથી,1 ટકા TDS કપાશે,જાણો વિગત

આ પણ વાંચો :દિલ્હી-NCRમાં વરસાદના કારણે ઠંડી વધી, જાણો દેશના બાકીના ભાગોની સ્થિતિ…

આ પણ વાંચો :શરેબજારમાં તેજી પર લાગી બ્રેક,સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા