રાજકીય/ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દેશના વડાપ્રધાનને છેતરશે : ગોપાલ ઇટાલિયા

અત્યાર સુધી જ્ઞાતિવાદ અને સમાજની રાજનીતિ થઈ હતી. જો કે ગુજરાત રાજ્યમાં પહેલી વાર ચુંટણીમાં શિક્ષણ અને શાળા  રાજનીતિ શરૂ થઈ છે.

Top Stories Gujarat
Untitled 17 2 શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દેશના વડાપ્રધાનને છેતરશે : ગોપાલ ઇટાલિયા

અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગોપાલ ઇટલીયાએ નિવેદન આપ્યુ છે. તેમણે  કહ્યુ છે કે ગુજરાતની સ્કૂલ ખાડે ગઈ છે. ભાજપના લોકો સ્કૂલો પર હવે ધ્યાન આપે છે. વધુમાં તેમણે PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે વાત કરતા કહ્યુ કે PM કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. આ સાથે આમ આદમી પાર્ટીએ નંબર લોન્ચ કર્યો છે.  જેમાં આ નંબર પર સરકારી ખરાબ સ્કૂલોના ફોટા મોકલી શકાશે. ગોપાલ ઇટલીયા એ હાર્દિક પટેલને લઈને લઈને કહ્યુ છે કે હાર્દિક પટેલ AAPમાં આવે તો તેમનું સ્વાગત છે.

અત્યાર સુધી જ્ઞાતિવાદ અને સમાજની રાજનીતિ થઈ હતી. જો કે ગુજરાત રાજ્યમાં પહેલી વાર ચુંટણીમાં શિક્ષણ અને શાળા  રાજનીતિ શરૂ થઈ છે. શિક્ષકો સરકારી કાર્યક્રમો સફળ બનાવવામાં વ્યસ્ત છે. મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત બાદ સ્કૂલો રિપેર કરવાનું સરકારે ચાલુ કર્યું છે.  હાલમાં ભાજપે ભાવનગરમાં શાળા રિપેરિંગ કરવાનું ચાલુ કર્યું છે.

વડાપ્રધાન પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી શાળામાં થપેડા લગાવી દેશના વડાપ્રધાનને છેતરશે. વડાપ્રધાનની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરશે. PMને આ લોકો છેતરી જશે તેવો અમને ડર છે.  અને માટે જ ગુજરાત આપ દ્વારા  લોકો માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. જેમાં સરકારી ખરાબ સ્કૂલોના ફોટા અને વિડીયો PMને મોકલાશે. 9512040404 નંબર જાહેર કરવામાં આવ્યો. 

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ગુજરાતનાં શિક્ષનની ગુણવત્તા અંગે કહ્યુ હતું કે જેને ગુજરાતનું શિક્ષણ ના ગમે તે અન્ય રાજ્યમાં જઈ શિક્ષણ લઈ શકે છે. અને ત્યાર બાદ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉન ખાતે શાળા ની મુલાકાત લીધી હતી. અને રાજ્યમાં કથળેલી શાળાઓની હાલત અંગે દુખ વ્યક્ત કર્યું હતું.

 જો કે છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ ટિપ્પણીઓ કરી રહ્યા છે.  હાર્દિક પટેલને લઈને ગોપાલ ઇટલીયાએ જણાવ્યુ હતું કે, હાર્દિક પટેલ ક્રાંતિકારી નેતા છે. હાર્દિક પટેલ AAPમાં આવે તો તેમનું સ્વાગત છે.  ગુજરાતમાં આપ મજબૂતીથી જનતાનો અવાજ ઉઠાવે છે.  જનતાને અવાજ ઉઠવનારી એક માત્ર પાર્ટી આપ છે.  શિક્ષણ મામલે મનીષ સિસોદિયાએ પ્રયત્નો કર્યા છે. શિક્ષણના વિષયમાં કામ થયું છે.

વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક ચાલુ છે. આવતા દિવસોમાં કેટલાક લોકો આપમાં જોડાશે. બેઠકો કરી ચર્ચાઓ કરી રહ્યા છીએ.

રાજકીય/ ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, હાર્દિક પટેલ સહિત આ નેતાઓ જોડાઈ શકે છે AAPમાં