Not Set/ ડુંગળી, લસણ બાદ હવે બટાટાનો વારો, ભાવ પહોચ્યાં આસમાને, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

શાકભાજીના ભાવમાં ભડકો બટાકાના ભાવમાં વધારો ડુંગળીના ભાવ આસમાને રવૈયા, ચોળી, પાપડીના વધ્યા ભાવ ગૃહિણીઓનું ખોરવાયું બજેટ રોજીંદા જીવનમાં વપરાતી શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીનું ભજેત ખોરવાયું છે.  દરરોજ વપરાતા શાકભાજી તેમાય ખાસ કરીને ડુંગળી અને લસણ તો પહેલે થી જ ગૃહિણીને રડાવી રહ્યા છે. અને તેમાય હવે બટાકા સહિત શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું […]

Top Stories Gujarat Others Business
jamiya 1 ડુંગળી, લસણ બાદ હવે બટાટાનો વારો, ભાવ પહોચ્યાં આસમાને, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

શાકભાજીના ભાવમાં ભડકો

બટાકાના ભાવમાં વધારો

ડુંગળીના ભાવ આસમાને

રવૈયા, ચોળી, પાપડીના વધ્યા ભાવ

ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

રોજીંદા જીવનમાં વપરાતી શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીનું ભજેત ખોરવાયું છે.  દરરોજ વપરાતા શાકભાજી તેમાય ખાસ કરીને ડુંગળી અને લસણ તો પહેલે થી જ ગૃહિણીને રડાવી રહ્યા છે. અને તેમાય હવે બટાકા સહિત શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાયું છે.

Image result for onion potato garlic

 બટાકાના ભાવ પ્રતિકિલો 40 રૂપિયા પહોંચ્યો છે.  જ્યારે ડુંગળી, રવૈયા, ચોળી, ડુંગળી અને પાપડીનો પણ ભાવ વધ્યો છે.  કમોસમી વરસાદથી વાવેતર મોડું થતાં બટાકાના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે બટાકાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી કરતાં ઓછું થયું હોવાનું હોલસેલ વેપારીઓનું કહેવું છે.

Image result for vegitable

શાકભાજીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા બટાકાની વધતી જતી કિંમતે રસોડાનું બજેટ ખોરવ્યું છે. અમદાવાદમાં બટાકાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ.40એ પહોંચી ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદથી વાવેતર મોડું થતાં બટાકાના ભાવમાં વધારો થયો છે. મોલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ પછી પણ બટાકાની કિંમત રૂ.33 જેટલી જોવા મળી છે.

Related image

બટાકાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. 80 સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. 120 પ્રતિકિલો થઇ ગયા છે. સાથોસાથ ચોળી અને રવૈયાના ભાવ પણ કિલોએ 120 રૂપિયા પહોંચ્યા છે.

Image result for onion potato garlic

વાસણા એપીએમસીના આંકડા અનુસાર અમદાવાદમાં બટાકાનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. 18 છે. એનો અર્થ એ થયો છે કે, છૂટક બજારમાં બમણો ભાવ વસૂલાય છે. ડીસા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બટાકા કિલો રૂ.26ના ભાવે વેચાય છે. આ વર્ષે બટાકાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી કરતાં ઓછું થયું હોવાનું હોલસેલ વેપારીઓનું કહેવું છે. બટાકાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. 80 સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. 120 પ્રતિકિલો થઇ ગયા છે.

Image result for potato

કમોસમી વરસાદથી બટાકાનું વાવેતર મોડું થતાં પાક 10 દિવસ મોડો આવશે. નવો પાક આવતા બટાકાના ભાવમાં ઘટાડો થશે. વાસણા એપીએમસીમાં રોજની 50થી 60 બટાકાની ગાડીઓ ડિસા અને બીજા રાજ્યોમાંથી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.