અમદાવાદ/ લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 89 લોકોની કરી ધરપકડ

એલિસબ્રિજ પોલીસે પ્રિતમનગરમાં આવેલા નીલકમલ ફ્લેટમાં 89થી વધુ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન સોમવારની રાતે પોલીસને બાતમી મળતા તેમણે ત્યાં દરોડા પાડ્યા હતા.  

Top Stories Ahmedabad Gujarat
જુગારધામ
  • અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જુગારધામ
  • એલિસબ્રિજ પોલીસે કરી રેડ
  • પોલીસે રેડ પાડીને 89 લોકોની કરી ધરપકડ
  • 20 કાર સહિત 35 વાહન, 150 મોબાઈલ જપ્ત

હાલ લગ્નની સીઝન ચાલી રહ્યી છે. ત્યારે આવામાં ગુજરાતમાં લગ્ન પ્રસંગમાં  એવા એવા કાંડ કરવામાં આવી રહ્યા છે કે નાં પૂછો વાત. રાજકોટના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ અને દારૂ ડાન્સની ઘટના સામે આવી હવે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જુગાર રમવાની ઘટના સામે આવી છે. જેમાં 89થી વધુ નબીરાઓ ઝડપાયા છે. એલિસબ્રિજ પોલીસને યોગ્ય બાતમી મળતા પોલીસની ટીમ લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકી હતી.આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે સ્થળ પરથી 89થી કરતા વધારે જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા.  અને 20 કાર સહિત 35 વાહન, 150 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેવો સમક્ષ કડક સજા કરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી અનુસાર, એલિસબ્રિજ પોલીસે પ્રિતમનગરમાં આવેલા નીલકમલ ફ્લેટમાં 89થી વધુ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન સોમવારની રાતે પોલીસને બાતમી મળતા તેમણે ત્યાં દરોડા પાડ્યા હતા.  આ દરમિયાન બે ઘડી માટે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે સ્થળ પર 2 કે 5 નહીં પરંતુ 89 કરતા વધારે લોકો જુગાર રમી રહ્યા હતા. આ તમામ લોકો ટોકન સિસ્ટમથી મોટો જુગાર રમી રહ્યા હતા.

જુગારીઓ પાસેથી 35થી વધુ વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા હતા. 20 જેટલી કારનો સમાવેશ થયો છે. આ સાથે 150થી વધુ મોબાઈલ પણ કબજે કરી લીધા છે. હાલ તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:વિદ્યાર્થીના મોત બાદ વાલીઓનો બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:સુરતમાં રખડતા કૂતરાઓ આતંક વધ્યો, 15 દિવસમાં 477 લોકો બન્યા શિકાર

આ પણ વાંચો:ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા, રાજકોટ લગ્નમાં વરરાજા સહિત જાનૈયાને દારુ પીરસાયો

આ પણ વાંચો:મહેસાણા સમૂહ લગ્નમાં સામૂહિક તોડફોડ, પોલીસ સ્ટેશને કેસ પહોંચ્યો