હોબાળો/ મહેસાણા સમૂહ લગ્નમાં સામૂહિક તોડફોડ, પોલીસ સ્ટેશને કેસ પહોંચ્યો

સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી.

Gujarat Others Trending
સમૂહ લગ્નમાં

મહેસાણામાં રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી. જેના પગલે સમહૂ લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. મંડપમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં હાજર લોકો વચ્ચે અચાનક ખુરશીઓ ઉડવા લાગતા નાસભાગ મચી જવા પામી હતી. મંડપની 50 થી વધુ ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવી  છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,મહેસાણાના કસ્બા પાસે કુકસ રોડ પર આ ઘટના બની હતી. ઈન્દિરાનગર વસાહત પાસે રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયુ હતું. આ લગ્નપ્રસંગમાં હજારો મહેમાનોને આમંત્રિત કરાયા હતા.સમૂહ લગ્નમાં DJમાં આસપાસના વિસ્તારના લોકો નાચવા આવી પહોંચતા બબાલ થઈ હતી. જ્યાં એકાએક બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. અને બંને પક્ષોએ સામસામે ખુરશી ફેકવાનું ચાલુ કર્યું હતું. શાંત વાતાવરણમાં યોજાઈ રહેલા લગ્ન પ્રસંગમાં અચાનક જ ખુરશીઓ ઉછળવા લાગતા મંડપમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી.

આયોજકોએ તમામ લોકોને શાંત પાડતા મથામણ કરતાં રહ્યા અને સમૂહ લગ્નમાં ખુરશી ઉલળતી હતી.ગણતરીની મિનિટોમાં જ મંડપની અંદર 50 જેટલી ખુરશીઓનો ભુક્કો બોલાવાયો હતો. તો કેટલાક શખ્સોએ મારામારી પણ કરી હતી.

સમૂહ લગ્ન સ્થળ પાસે ઉભેલી મહેમાનની કારના કાચ પણ તુટ્યા હતા. ખુરશી સાથે મંડપને પણ નુકસાન થયું હતું. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ સમૂહ લગ્ન મહેસાણાના કસ્બાથી કુકસ રોડ પર હતા. ઘટના બાદ સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહેસાણા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:AMC માં આરોપ-પ્રતિઆરોપ ભાજપ અદાણીનું તો કોંગ્રેસ પાકિસ્તાનનું એજન્ટ

આ પણ વાંચો:ખેડૂતોનો પોકારઃ સરકાર લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ અપાવે

આ પણ વાંચો:કચ્છમાં ફરીવાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, દુધઇ નજીક 3.2ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

આ પણ વાંચો:ગામમાં એકસાથે શેરીમાં ફરતા જોવા મળ્યા 8 સિંહો, શિકાર માટે લગાવી રહ્યા હતા ચક્કર