Not Set/ …તો હવે આ મહિનામાં અમદાવાદ શહેરમાં દોડશે મેટ્રો ટ્રેન

અમદાવાદ અમદાવાદના લોકો જેની ઉત્સુકતાપુર્વક રાહ જોઇ રહ્યા છે તે મેટ્રો ટ્રેનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન દોડવાની શરૂઆત થઇ જશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ટ્રાયલ રનની પ્રક્રિયાને જાન્યુઆરીના અંતથી જ હાથ ધરવામાં આવી શકે છે. ઉપરાંત મેટ્રોની બીજી ટ્રેન દક્ષિણ કોરિયાથી […]

Ahmedabad Top Stories Gujarat Trending
DozekoHU0AEUhUX ...તો હવે આ મહિનામાં અમદાવાદ શહેરમાં દોડશે મેટ્રો ટ્રેન

અમદાવાદ

અમદાવાદના લોકો જેની ઉત્સુકતાપુર્વક રાહ જોઇ રહ્યા છે તે મેટ્રો ટ્રેનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન દોડવાની શરૂઆત થઇ જશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ટ્રાયલ રનની પ્રક્રિયાને જાન્યુઆરીના અંતથી જ હાથ ધરવામાં આવી શકે છે. ઉપરાંત મેટ્રોની બીજી ટ્રેન દક્ષિણ કોરિયાથી સાતમી ફેબ્રુઆરીના દિવસે આવી પહોચશે. જે આજે દક્ષિણ કોરિયાથી રવાના કરવામાં આવી ચુકી છે.

પહેલી જાન્યુઆરીના રોજ આવી ગયા હતા ત્રણ કોચ 

પ્રથમ તબક્કામાં ત્રણ કોચની સાથે મેટ્રો ટ્રેન પહેલી જાન્યુઆરીના દિવસે એપરલ પાર્ક પહોંચી ગઇ છે. જ્યાં કોચને પાટા પર ચઢાવી દેવા અને મોટા ભાગના  ટેસ્ટિંગ સાથે સંબંધિત જરૂરી કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. પ્રથમ ચરણમાં ત્રણ કોચની સાથે મેટ્રો ટ્રેન એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી દોડનાર છે. બીજી બાજુ બીજી ટ્રેન દક્ષિણ કોરિયાથી નિર્ધારિત સમય મુજબ ૧૭મી જાન્યુઆરીના દિવસે એટલે કે આજે રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનને પાટા પર ચડાવી દેવા અને તેના ટેસ્ટિંગની પ્રક્રિયાને મોડેથી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે ૧૮મી ફેબ્રુઆરીથી રિસર્ચ ડિઝાઇન સ્પેસિફિકેશન ઓર્ગેનાઇઝેશન તેની સુરક્ષા ખાતરી કરનાર છે.

ત્યારબાદ ઉડ્ડયન મંત્રાલય દ્વારા સુરક્ષા કમીશનર ચકાસણી કરનાર છે. ચકાસણીની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી ૬.૫ કિલોમીટર પર આ ટ્રેન નિયમિત રીતે દોડવાની શરૂઆત કરવામાં આવનાર છે.

મેટ્રો ટ્રેનનો કુલ ખર્ચો ૧૦ હજાર ૭૦૦ કરોડ રૂપિયા 

આ પ્રોજેક્ટ આશરે ૧૦ હજાર ૭૦૦ કરોડ રૂપિયામાં થનાર છે. સરસપુરથી શાહપુર સુધી મેટ્રોના અંડર ગ્રાઉન્ડ ટનલ પર કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. પ્રથમ તબક્કામાં પ્રોજેક્ટ ૪૦ કિલોમીટરનો છે. જેમાં ૩૩.૫ કિલોમીટર એલીવેટેડ અને ૬.૫૦ કિલોમીટર અંડરગ્રાઉન્ડ રાખવામાં આવનાર છે. આ માર્ગમાં ૩૨ સ્ટેશનો આવનાર છે. આગામી સમયમાં કાલુપુર રેલવે સ્ટેશનમલ્ટીપર્જ  તરીકે ઉપયોગ કરવામાં આવનાર છે. જ્યાં થ્રી લેટર પરિવહન સુવિધા રહેનાર છે.

મેટ્રો, બુલેટ અને રેલ્વે ટ્રેનનો સમન્વય જોવા મળશે અમદાવાદમાં 

અહીંથી મેટ્રો ટ્રેન, રેલવે ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેયમાં એક સાથે મુસાફરી કરી શકાશે. રેલવે દ્વારા હાલમાં બુલેટ ટ્રેનને લઇને પણ તૈયારી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનાથી આની શરૂઆત કરવામાં આવનાર છે.

મેટ્રો પ્રોજેક્ટને લીધે આટલી સમસ્યા ઉભી થઇ 

મેટ્રો ટ્રેનને લઇને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કામ ચાલી રહ્યુ છે. જેના કારણે હાલમાં તમામ લોકો હેરાન પરેશાન પણ થયેલા છે. કારણ કે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા તુટી ગયા છે. આવી જ રીતે કેટલાક વિસ્તારોમાં સાંકડા રસ્તાના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. માર્ચ મહિનાથી સ્થિતિ હળવી બનવાની શક્યતા દેખાઇ રહી છે. મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવ્યા બાદ શહેરમાં દરરોજ એક સ્થળથી બીજા સ્થળ પર નોકરી માટે જતા લોકોને પરિહવનના બીજા વિકલ્પ પણ મળશે. આના કારણે મોટી રાહત થઇ જશે. લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ વધુ ઝડપથી અને સમયસર તેમના સ્થળ પર પહોંચી જશે. શહેરમાં રહેતા લોકો હાલમાં મેટ્રોને લઇને ઉત્સુક દેખાઇ રહ્યા છે.