રાજકોટ/ ખેડૂતોનો પોકારઃ સરકાર લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ અપાવે

ખેડૂતોને ઉત્પાદન ખર્ચ એક વિઘાના 25 હજાર રૂપિયા થાય છે.જે જોતા ઉત્પાદન અને એક વિઘામાં ઉત્પાદિત થયેલ ડુંગળી અને લસણના પાકમાં નુકસાની જઈ રહી છે.જેને લઈને ખેડૂતો ને રોવાનો વારો આવ્યો છે.

Gujarat Surat Trending
ડુંગળી
  • સૌરાષ્ટ્રમાં લસણ ડુંગળીનું વાવેતર પુષ્કળ
  • ઉત્પાદન સામે માંગ ઓછી રહેતા મુશ્કેલીમાં ખેડૂતો
  • સોમવારે 500 બોરી લસણની આવક
  • પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને રોવાનો વારો

સૌરાષ્ટ્રમાં લસણ ડુંગળીનું વાવેતર પુષ્કળ થયેલ છે.પરંતુ ઉત્પાદન સામે માગ ઓછી રહેતા ડુંગળી લસણ પક્વતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં છે.જેતપુર યાર્ડમાં આજે 500 બોરી લસણ અને 5 થી હજાર બોરી ડુંગળીની આવક છે.જેની સામે ખેડૂતોને પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર સહિતના તાલુકામાં લસણ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે.અને હાલ તૈયાર પાક માર્કેટ યાર્ડમાં આવી રહ્યો છે. યાર્ડમાં આજે 500 બોરીની લસણ અને 5 થી 6 હજાર બોરી ડુંગળી વિકર્મી આવક છે પરંતુ ખેડૂતોને હરાજીમાં 20 કિલો ડુંગળી ના માત્ર 20 રૂપિયાથી 100 રૂપિયા અને લસણ ના 100 થી 300 રૂપિયા  સુધીનો જ ભાવ મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોને મોટી મુશ્કેલી સર્જાઈ છે.

જોવા જઈએ તો ખેડૂતોને ઉત્પાદન ખર્ચ એક વિઘાના 25 હજાર રૂપિયા થાય છે.જે જોતા ઉત્પાદન અને એક વિઘામાં ઉત્પાદિત થયેલ ડુંગળી અને લસણ ના પાકમાં નુકસાની જઈ રહી છે.જેને લઈને ખેડૂતો ને રોવાનો વારો આવ્યો છે.અહીં ડુંગળી લસણ વેચવા આવેલ ખેડૂતો ડુંગળી અને લસણ વેચ્યા વગર પરત ફરી રહ્યા છે,ખેડૂતો ને પૂરતા ભાવો મળે તેવી માંગ કરી રહ્યા છે.

અહીં ઉત્પન્ન થયેલ લસણ અને ડુંગળી હાલ અહીજ વેચાઈ રહી છે ત્યારે લસણ  ડુંગળીની  નિકાસની છૂટ આપવા માં આવે અને સાથે ડુંગળી અને લસણ ભાવનું બંધારણ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે તો ખેડૂતો ને લસણ ડુંગળીના પૂરતા ભાવ મળી શકે. ખેડૂત ને સક્ષમ બનાવવાની વાત કરતી સરકાર ખેડૂતોના પાકને પોષણ ક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે.

આ પણ વાંચો:કચ્છમાં ફરીવાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, દુધઇ નજીક 3.2ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

આ પણ વાંચો:લોકોના દાંત ‘ખાટા’ કરી નાખતા લીંબુના ભાવ

આ પણ વાંચો:મોરબી બ્રિજ તૂટી પડતાં પહેલા જ 49 માંથી 22 કેબલ તૂટી ગયા હતાઃ SIT

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક યુવાનનુ ક્રિકેટ રમતા મોત, છેલ્લા 20 દિવસમાં આ ચોથી ઘટના