Not Set/ ભાવનગરમાં નોંધાયા વધુ બે કોરોનાનાં કેસ, કુલ પોઝિટિવ આંક પહોંચ્યો…

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે ભાવનગરમાંથી વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અહી શહેરી વિસ્તારમાં રહેતા 29 વર્ષિય યુવાન અને 53 વર્ષિય પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તંત્ર દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, 29 વર્ષિય યુવાન અમદાવાદથી પરત આવ્યો હતો. જ્યારે અન્ય દર્દીને કોરોના કેવી રીતે થયો તે પાછળનું […]

Gujarat Others
2cd8c4c39068ba9b3352cd9c81f24ee7 1 ભાવનગરમાં નોંધાયા વધુ બે કોરોનાનાં કેસ, કુલ પોઝિટિવ આંક પહોંચ્યો...

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે ભાવનગરમાંથી વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અહી શહેરી વિસ્તારમાં રહેતા 29 વર્ષિય યુવાન અને 53 વર્ષિય પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તંત્ર દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, 29 વર્ષિય યુવાન અમદાવાદથી પરત આવ્યો હતો. જ્યારે અન્ય દર્દીને કોરોના કેવી રીતે થયો તે પાછળનું કારણ જાણી શકાયુ નથી.

જણાવી દઇએ કે, તાજેતરમાં બન્ને દર્દીઓને સર ટી હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. ભાવનગરમાં વધુ બે કેસ સામે આવ્યા બાદ અહી કોરોના પોઝિટિવનો આંક 138 પર પહોંચી ગયો છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં કેસોને જોતાં રાજ્ય સરકારે નવ નિષ્ણાત તબીબોની મદદ લીધી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આપને જણાવી દઇએ કે, નજીકનાં ભવિષ્યમાં કોરોનાની વેક્સીનને લઇને અલગ-અલગ મત સામે આવી રહ્યા છે. ઘણા એક્સપર્ટનું કહેવુ છે કે આ વર્ષનાં અંત સુધીમાં તેની વેક્સીન સામે આવી જશે, જ્યારે ઘણા કહે છે કે, તેની વેક્સીન બનવામાં ઘણો સમય લાગશે. જો કે આ વચ્ચે લોકોએ હાલમાં સજાગ રહીને કામ વિના ઘરની બહાર ન નિકળવામાં જ પોતાની સલામતી સમજવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.