THAKOR SAMAJ/ ઠાકોર સમાજની કુરિવાજોને ઠોકરઃ સમાજસુધારણા માટે લેવડાવી 11 પ્રતિજ્ઞા

બનાસકાંઠામાં ઠાકોર સમાજે સમાજ સુધારણ માટે બીડું ઉપાડ્યુ છે. ભાબર તાલુકાના લુણસેલામાં સંતશ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના વિવિધ રીતરિવાજો અને સમાજ સુધારણાને લઈને કેટલીક મહત્વની પહેલ કરવામાં આવી છે. આ પહેલને સમાજ સુધારણાનો 11 મુદ્દાનો કાર્યક્રમ પણ કહેવાય છે અને પ્રતિજ્ઞા પણ કહેવાય છે.

Top Stories India
Thakor Samaj ઠાકોર સમાજની કુરિવાજોને ઠોકરઃ સમાજસુધારણા માટે લેવડાવી 11 પ્રતિજ્ઞા

બનાસકાંઠામાં ઠાકોર સમાજે સમાજ સુધારણ માટે બીડું ઉપાડ્યુ છે. Thakor Community reforms ભાબર તાલુકાના લુણસેલામાં સંતશ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના વિવિધ રીતરિવાજો અને સમાજ સુધારણાને લઈને કેટલીક મહત્વની પહેલ કરવામાં આવી છે. આ પહેલને સમાજ સુધારણાનો 11 મુદ્દાનો કાર્યક્રમ પણ કહેવાય છે અને પ્રતિજ્ઞા પણ કહેવાય છે.

લુણસેલ ખાતે ઠાકોર સમાજના સુધારા માટે 11 જેટલા મુદ્દાઓ પર અમલ Thakor Community reforms કરવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે. તેમા લગ્નના પ્રસંગમાં ડીજે તેમજ સગાઈ અને લગ્નના પ્રસંગમાં મર્યાદિત લોકોએ જ જવુ-આવવું તેવો નિર્ણય લીધો છે. મોબાઇલના લીધે સમાજમાં વધતી બદીઓને અટકાવવા અને દીકરીઓને મોબાઇલથી દૂર રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ઠાકોર સમાજના અગ્રણીઓએ સમાજમાંથી કુરિવાજ દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરી છે.

ઠાકોર સમાજે સમાજમાં ફેલાયેલી બદીઓને દૂર કરવા કુરિવાજોને Thakor Community reforms ઠોકર મારવાનું નક્કી કરી લીધું છે. આ સમગ્ર ઠરાવ ઠાકોર સમાજના મેવાસ ગોળે કર્યો છે. તેમા ભાભર, વાવ, સુઈગામ અને દિયોદર મેવાસ ગોળે સર્વાનુમતે આ ઠરાવ સ્વીકાર્યો છે.

ઠાકોર સમાજના આ ઇલેવન્થ કમાન્ડમેન્ટમાં જોઈએ તો લગ્ન કે પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ, લગ્ન કે પ્રસંગમાં કાપડ કે ઓઢણાના બદલે રોકડા આપવા, લગ્નપ્રસંગોમાં દીકરીઓની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ આપવી, સગાઈ અને લગ્નપ્રસંગે 11 જણાએ જવું, લગ્નની જાનમાં 51 જણાની મર્યાદામાં જવું, દરેક ગામ દીઠ કુળવાઇઝ સમૂહલગ્નનું આયોજન કરવું, એક વર્ષ સુધી ગામડે-ગામડે વ્યસનમુક્તિનું અભિયાન ચલાવવામાં આવશે, કોઈ પ્રસંગ કે સાજામાંદામાં સમાચાર લેવા આવતા લોકોમાં બોલમણા પ્રથા બંધ કરવી, સગાઈ અને લગ્નના છૂટાછેડામાં જે દોષિત હોય તેના રૂપિયા સમાજની શિક્ષણસંસ્થાને આપવા, કુંવારી દીકરીઓને મોબાઇલથી દૂર રાખવી, ગામડેથી અભ્યાસ કરવા જતી દીકરીઓની ગામલોકોએ જાતે જ વાહનની વ્યવસ્થા કરવી તેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Patna Violence/ પટણામાં ફરી પાછો ભારેલો અગ્નિઃ પોલીસ સ્થિતિ અંકુશમાં લાવવામાં નિષ્ફળ

આ પણ વાંચોઃ શિવસેના ભવન/ ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવન પહોંચતા સૂત્રોચ્ચાર, શિંદે જૂથે કહ્યું- આ અમારા માટે મંદિર છે

આ પણ વાંચોઃ Afghanistan/ પાકિસ્તાને પ્રતિબદ્ધતાઓનું પાલન નથી કર્યું તેથી પ્રવેશદ્વાર બંધ કરાયો: મોહમ્મદ સિદ્દીકી