Not Set/ ગુજરાતના ૫૩ % પોલીસ કર્મચારીઓ છે માનસિક તણાવમાં, એક સ્ટડીમાં થયો ખુલાસો

અમદાવાદ, આપના ગુજરાત રાજ્યમાં ખાખી વર્ધીમાં સામન્ય જનતાની સુરક્ષા માટે ફરજ બજાવતા ૫૩ % પોલીસ કર્મચારીઓ માનસિક તણાવમાં (ઓવર સ્ટ્રેસ) હોવાનું સામે આવ્યું છે. તેઓના ઘરેલું તેમજ વ્યાવસાયિક કારણો ઓવર સ્ટ્રેસના કારણ માટે જવાબદાર છે. એક તબ્બકે આ વાત તમને માની શકો નહિ, પરંતુ આ એક સ્ટડી દ્વારા આ સર્વે બહાર આવ્યો છે. ગુજરાત ફોરેન્સિક […]

Top Stories Ahmedabad Gujarat Trending
65466488 ગુજરાતના ૫૩ % પોલીસ કર્મચારીઓ છે માનસિક તણાવમાં, એક સ્ટડીમાં થયો ખુલાસો

અમદાવાદ,

આપના ગુજરાત રાજ્યમાં ખાખી વર્ધીમાં સામન્ય જનતાની સુરક્ષા માટે ફરજ બજાવતા ૫૩ % પોલીસ કર્મચારીમાનસિક તણાવમાં (ઓવર સ્ટ્રેસ) હોવાનું સામે આવ્યું છે. તેઓના ઘરેલું તેમજ વ્યાવસાયિક કારણો ઓવર સ્ટ્રેસના કારણ માટે જવાબદાર છે. એક તબ્બકે આ વાત તમને માની શકો નહિ, પરંતુ આ એક સ્ટડી દ્વારા આ સર્વે બહાર આવ્યો છે.

ગુજરાત ફોરેન્સિક સાઈન્સ યુનિવર્સીટી દ્વારા આ અંગે સ્ટડી કરવામાં આવી છે. GFSUમાં આ સ્ટડી આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રિયંકા અને M Phil સ્ટુડન્ટ સોનલ સેન દ્વારા કરવામાં આવી છે.

આ સ્ટડીમાં રાજ્યભરના કોન્સ્ટેબલથી લઇ DSP ( ડેપ્યુટી સુપ્રિટેન્ડેંટ ઓફ પોલીસ) સુધીના ૧૦૦ પોલીસકર્મીઓ પર સર્વે કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં ખુલાસો થયો છે કે, પોલીસ કર્મચારીઓ ભારે માનસિક તણાવમાં અને તે પોલીસકર્મીઓ માટે અવરોધ રૂપ બને છે.

GFSUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “પોલીસકર્મીઓનો આ માનસિક તણાવ તેઓના અંગત જીવનમાં અને વ્યવસાયિક રીતે પણ ગંભીર કારણો ઉભા કરી શકે છે. આ સ્ટડીમાં રાજ્યભરમાં અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવતા ૧૦૦ પોલીસ કર્મચારીઓ પર સર્વે કરાયો હતો, જેમાં માનસિક તણાવનું સ્તર અને તેની પોલીસની ફરજ પર શું અસર કરે છે તેનું તારણ બહાર કાઢવામાં આવ્યું છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ટડીમાં સામે આવ્યું છે કે તેઓ માનસિક તણાવમાં છે અને તે જણાવે છે કે, પોલીસકર્મીઓ અસ્વસ્થતા, અપરાધની લાગણી, સ્વસન્માન, માનસિક અસ્થિરતા, સ્વાયત્તતાનો અભાવ, નિદ્રામાં ખલેલ આવવી, આક્રમકતા, એકલતાપણા જેવા લક્ષણો બહાર આવતા હોય છે.

આ સ્ટડી દરમિયાન કરાયેલા સર્વેમાં કેટલાક પોલીસકર્મીઓએ પોતાના જીવનની ગુણવત્તા, સામાજિક જવાબદારી, પોતાની નોકરીનો સંતોષ, જોબ પ્રોફાઇલ અને સંસ્થાના મુદ્દાઓ અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

આ કારણો અંગે જણાવતા ડો. પ્રિયંકાએ જણાવ્યું, આ સ્ટડી પરથી સામે આવ્યું છે કે, પોલીસકર્મીઓમાં મનોવૈજ્ઞાનિકતાનું સ્તર નીચું છે જે બતાવે છે કે તેઓની માનસિક પરિસ્થિતિ સામાન્ય છે. પરંતુ મનોવચનશક્તિ વધારે હોય તે શારીરિક માનસિકતામાં વધારો કરે છે.