Surat/ અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

સુરતના અમરોલી વિસ્તારમાં જીમ ટ્રેનર એ 14 વર્ષની કિશોરી સાથે જીમ ટ્રેનિંગ દરમિયાન કર્યા હતા શારીરિક અડપલાં જેને લઈને કિશોરીએ માતા પિતાને સમગ્ર ઘટના જણાવતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Gujarat Surat

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરતના અમરોલી વિસ્તારમાં જીમ ટ્રેનર એ 14 વર્ષની કિશોરી સાથે જીમ ટ્રેનિંગ દરમિયાન કર્યા હતા શારીરિક અડપલાં જેને લઈને કિશોરીએ માતા પિતાને સમગ્ર ઘટના જણાવતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને ફરિયાદ ના આધારે પોલીસે જિમ ટ્રેનરની ધરપકડ કરી હતી

અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછા ખાતે 14 વર્ષય કિશોરી એક જીમમાં કસરત કરવા જતી હતી ત્યારે એ જ જિમમાં જિમ ટ્રેનર તરીકે 20 વર્ષય ઉમર ફારૂક આ કિશોરી ને ટ્રેનિંગ આપતો હતો આ નરધામ જિમ ટ્રેનર ની દાનત કિશોરી પર બગડી હતી અને તે ટ્રેનિંગ આપતી વખતે તેની સાથે શારીરિક અડપલાં કરવા લાગયો હતો પેહલા તો કિશોરી ને કઈ ખબર નહીં પડી પણ ધીરે ધીરે આ નરધામ તેની વિકૃતા ની હદ વતાવવા પગ્યો હતો અને કિશોરીના મોબાઈલ પર ફોન કરવા લાગ્યો હતો અને કિશોરી જ્યારે જિમ માં ટ્રેનિંગ લેવા જાઈ ત્યારે તેની હદ વટાવતો ત્યારે જ કિશોરી ને કઈ ખોટું થઈ રહ્યું છે તેવું માલુમ પડતા તેણે તેના માતા પિતા ને વાત કરી માતા પિતા એ તરત જ હરરક્ત માં આવી પોલીસ નો સહારો લીધો જ્યાં અમરોલી પોલીસએ આ નરધામ વિરુદ્ધ છેડતીની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી હતી

રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે જોકે જાગૃત વાલીઓએ ચેતવાની જરૂર છે કારણ કે નરાધમો બહાર ફરે છે ત્યારે આપણી દીકરીઓ સંભાળ પોતે જ રાખવી પડશે જોકે હાલ આ નારાધમને પોલીસે જેલ હવાલે કર્યો છે

૧) સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના

૨) 14 વર્ષીય કિશોરી સાથે જિમ ટ્રેનરે કર્યા હતા શારીરિક અડપલાં

૩) કિશોરી જિમમાં કસરત માટે જતી હતી

૪) ટ્રેનરે કસરત કરાવવાના બહાને કર્યા હતા અડપલાં

૫) કિશોરીના માતા પિતાએ અમરોલી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

૬) અમરોલી પોલીસે નરાધમ જિમ ટ્રેનરની કરી ધરપકડ

શિક્ષણ જગતમાં હાહાકાર : નસવાડીના લિંડા સ્કૂલના આચાર્યની હત્યા કેસના આરોપીનો મળ્યો મૃતદેહ

રાજકોટ અગ્નિકાંડના વધુ એક દર્દીનું મોત ગણતરીમાં ક્યારે લેવાશે..?

ક્રિકેટ ટૂર્નામેન્ટ જીત્યા બાદ યુવકોએ કર્યું કંઇક આવું કે, પોલીસ આવી હરકતમાં

અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…