Surat/ ઓલપાડ ખાતે જુગાર રમતા શકુનિઓ ઝડપાયા

ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગતરોજ મોડીસાંજે આદર્શ નગર ૧ ની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોય છે.

Gujarat Surat Others

ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગતરોજ મોડીસાંજે આદર્શ નગર ૧ ની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોય છે. જ્યાં સાયણ પોલીસે રેડ કરી રૂ.૩૬૦૦૦ ના જુગાર સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ઓલપાડના સાયણ ગામે આદર્શ નગર સોસાયટીમાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમાય છે.  પોલીસે ખાનગી રાહે બાતમી અનુસાર રેડ પાડી હતી.

Weather / રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં

ગુના સ્થળ પર પોલીસ ત્રાટકતા જુગારીઓ નાસવા જતા તેઓને પકડી પાડ્યા હતા.  જયારે અન્ય બે જુગારીઓ પોલીસને ચકમો આપી ભાગવા  જતા તેઓનો પીછો કરી પકડી પાડવામાં આવ્યા હતા. આ પકડાયેલ આરોપીઓની પૂછતાજ કરતા (૧) મુકેશ છનાભાઈ રાઠોડ રહે.રામકિશન કોલોની સાયણ, (૨) સુનીલ મહેશ રાજપૂત રહે.૧૦૧ વ્રજ્વીલા રેસીડન્સી,રાંદલ માતાના મંદિર પાછળ સાયણ, (૩) અમિત ઉમાશંકર યાદવ રહે.આદર્શનગર – ૩ સાયણ (૪) પીન્ટુકુમાર ઉર્ફે પિન્કેશ કિશોર બાબરીયા રહે આદર્શ નગર -૧ સાયણ, (૫) રાહુલ  સુભાષ કાપશે રહે.આદર્શ નગર -૧ સાયણ વિગેરે છે.

ઉના / આંગણવાડી ભરતી કૌભાંડમાં વધુ એક ઓડિયો વાઈરલ, કોના ઈશારે કરવામ..

તમામ આરોપીઓ રહે સાયણ તા.ઓલપાડ જી.સુરતનોની અંગ ઝડતી કરતા ગંજીપાના જુગાર પર લગાવેલ દાવના રૂ.૧૪૨૦૦ રોકડા, મોબાઈલ ફોન નંગ ૩ રૂ.૭૫૦૦ તથા મોટર સાયક્લ ૧,  કુલ્લે ૩૬૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…