રાજ્યમાં બે જુદા જુદા વિસ્તારમાં બે કારચાલકો વિચિત્ર અકસ્માતનો ભોગ બન્યા છે. ભરૂચ ખાતે એક કાર ઉપર ક્રેન પડી છે અમરેલી ખાતે કાર ચાલક વૃક્ષ સાથે અથડાયો છે. બંને કેસ માં કાર ચાલકને ગંભીર ઈજા પહોચી છે.
ભરૂચ:
ભરૂચ ખાતે એક ક્રેન કાર પર પડતાં દોડધામ મચી ગઇ હતી. શહેરના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક કાર ઉપર ક્રેન પડતા કાર ચાલક તેમાં ફસાઈ ગયો હતો. ફસાયેલા કાર ચાલકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું હતુ. બહાર કાઢેલો કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
અમરેલી
અમરેલીના નાના ભંડારીયા નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકા સાથે વૃક્ષ સાથે અથડાઈ હતી. અને અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
