Surat News : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કમિશનર શાલીની અગ્રવાલે સિટી ઈજનેર અક્ષય પંડ્યા પાસેથી હાઈડ્રોલિક, ડ્રેનેજ, બલૂન બેરેજ, રિવરફ્રન્ટ અને ડુમસ સી ફેઝ સહિતના મહત્વના વિભાગો છીનવી લીધા છે. આ નિર્ણય પાછળ ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસને ફાયદો કરવાના આરોપમાં પંડ્યાને શો-કોઝ નોટિસ પાઠવવાનો મામલો હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ સિટી ઇજનેર અક્ષય પંડ્યા પર ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસની ફેવર કરવા મુદ્દે ચાલી રહેલી તવાઈ અંતર્ગત કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પહેલા તેને શો-કોઝ નોટિસ પાઠવ્યા બાદ શુક્રવારે અક્ષય પંડ્યા પાસેથી મહત્ત્વના વિભાગનો હવાલો લઇ લેવાયો છે, જેમાં હાઈડ્રોલિક, ડ્રેનેજ, બલૂન બેરેજ, રિવરફ્રન્ટ અને ડુમસ સી ફેઝ સહિતના વિભાગો લઈ લેવામાં આવ્યા હતા.
જે પૈકી હાઈડ્રોલિક અને ડ્રેનેજ વિભાગનો હવાલો સરકાર નિયુક્ત ડેપ્યુટી કમિશનર ડો.રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે. જ્યારે ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીને બલૂન બેરેજ, રિવર ફ્રન્ટ તેમજ એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડાને ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે આ નિર્ણય બાદ મનપામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પંડ્યા પાસે હવે માત્ર સિટી ઈજનેર સ્પેશિયલ સેલ, એમએમટીએચ અને મેટ્રો પ્રોજેક્ટનું સંકલન જેવા વિભાગો રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે બે આરોપી ઝડપાયા
આ પણ વાંચો: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત
આ પણ વાંચો: સુરત પ્રોપર્ટીકાર્ડમાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓની સંડોવણીથી સરકાર ચોંકી ઉઠી
