Valsad News:વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે લાગેલી ભીષણ આગમાં 20થી 25સ્ક્રેપ (ભંગાર)ના ગોડાઉન (Godown Fire) સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા, જેનાથી સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આર્થિક નુકસાન લાખો રૂપિયાનું છે.આ ઘટના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ પાસે બની હતી. જ્યારે બીજી તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારની ડમ્પિંગ સાઈટ પર પ્લાસ્ટિકના કચરામાં મોટી આગ ભભૂકી ઉઠી છે. બંને ઘટનાઓએ ગુજરાતમાં આગની સીઝનની શરૂઆતની ચેતવણી આપી છે.

રાત્રે આશરે 1:30થી 2:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર એક સ્ક્રેપ ગોડાઉનમાં (Godown Fire) આગ લાગી હતી. પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ભંગારના જથ્થાને કારણે આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની ગરમી અડધા કિલોમીટર દૂર સુધી અનુભવાતી હતી. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાતાં પોલીસે તાત્કાલિક આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.
ગોડાઉનમાં આગ લાગતાં (Godown Fire) સ્થાનિકોમાં ગભરાહટ
સ્થાનિકોના અનુસાર,આગ એટલી તીવ્ર હતી કે તેની જ્વાળાઓ અને ધુમાડો કિલોમીટરો દૂરથી સ્પષ્ટ દેખાતો હતો. લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા,પરંતુ જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી આસપાસના 20થી 25 ગોડાઉનમાં (Godown Fire) ફેલાઈ ગઈ.

સ્થાનિકો દ્વારા તાત્કાલિક વાપી ફાયર ફાઈટર્સને જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી વાપી ફાયર ટીમે આગની ગંભીરતા જોતા તરત જ મેજર કોલ જાહેર કર્યો. આસપાસના વિસ્તારોમાંથી વધુ ફાયર બ્રિગેડની ટીમો મદદ માટે આવી પહોંચી. ફાયર ફાઈટર્સે કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી.ડુંગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો કાફલો પણ બચાવ કામગીરીમાં જોડાયો હતો. લાંબા સમયના પ્રયાસ પછી આગને કાબૂમાં લેવામાં આવી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગને કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ભંગારના મોટા જથ્થાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

પ્રાથમિક તપાસ અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. જોકે, હજુ સુધી આગનું સચોટ કારણ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ અને ડુંગરા પોલીસે મળીને વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં ભંગારના ગોડાઉનોની (Godown Fire) સંખ્યા વધુ હોવાથી અધિકારીઓએ સ્થાનિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:વલસાડના નર્મદા સાંસ્કૃતિક ભવનમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્કિંગમાં આગ, મહેમાનોમાં અફરાતફરી
આ પણ વાંચો:વલસાડમાં દારૂ ભરેલી કારમાં લાગી આગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત
આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ
