Delhi News: જે બાદ હાઈકોર્ટે (High Court) કેન્દ્ર સરકારને (Central Government) આ મામલે પોતાનો જવાબ રજૂ કરવા માટે વધુ સમય આપ્યો હતો.માહિતી અનુસાર, કોર્ટની લખનૌ બેન્ચે પણ આદેશ આપ્યો છે કે આ કેસની આગામી સુનાવણી 21 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં સૂચિબદ્ધ કરવામાં આવશે.
જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ એકે શ્રીવાસ્તવની ખંડપીઠે કર્ણાટકના રહેવાસી બીજેપી કાર્યકર એસ વિગ્નેશ શિશિરની પીઆઈએલની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.ગયા વર્ષે નવેમ્બરમાં આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી તેના સ્ટેન્ડ વિશે માહિતી માંગી હતી.
ત્યારબાદ કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલે બેંચને કહ્યું હતું કે સંબંધિત મંત્રાલયે બ્રિટિશ સરકારને પત્ર લખીને વિગતવાર માહિતી માંગી છે.
વકીલે એમ પણ કહ્યું હતું કે આ કારણોસર સરકારને રાહુલ ગાંધીની ચૂંટણી રદ કરવાની અરજીકર્તાની માંગ પર નિર્ણય લેવા માટે સમયની જરૂર છે.
ત્યારપછી કેન્દ્રએ ઘણી વખત કોર્ટ પાસે સમય માંગ્યો છે. તેણે સોમવારે ફરી કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જે બાદ બેન્ચે 21મી એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં આ કેસને લિસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો:વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં લાવશે પરિવર્તન? કાર્યકરોમાં ફફડાટ
આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના જ પક્ષના નેતાઓ પર થયા ગુસ્સે, આપી આ ચેતવણી