રાજીનામું/ મધ્યપ્રદેશના 3 હજાર જુનિયર ડૉકટરોએ સામુહિક રાજીનામું આપ્યુ

મધ્યપ્રદેશમાં 3 હજાર ડોક્ટરોએ રાજીનામાં આપ્યા

Top Stories

મધ્યપ્રદેશના ડોકટરોએ જુદી જુદી માંગોને લઇને ત્રણ દિવસ પહેલા છ સરકારી મેડિકલ કોલેજના  જુનિયર ડોકટરોએ હડતાલ પાડી હતી.આ અનુંસધાનમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ ડોકટરોને 24 કલાકમાં કામ પર પરત ફરવાનો આદેશ આપ્યો હતો પરતું ગણતરીના કલાકોમાં જ 3 હજાર ડોક્ટરોએ સામુહિક રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મધ્યપ્રદેશ જુનિયર ડોકટરર્સ એસોસિએશનના અધ્યક્ષ અરવિંદ મીણાએ જણાવ્યું હતું કે પ્રદેશા છ મેડિકલ કોલેજના અંદાજિત 3 હજાર જુનિયર ડોકટરોએ પોતાની મેડિકલ કોલેજાેના ડીનને સામુહિક રાજીનામાં આપ્યા છે.

અધ્યક્ષ મીણાએ વધુમાં કહ્યું હતું કે  સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડોકટરોની નોંધણી રદ કરી દીધી છે, તો હવે એ પરીક્ષામાં કેવી રીતે બેસી શકશે. પોસ્ટ-ગ્રેજ્યુએશન (પીજી) કરી રહેલા જુનિયર ડોકટરોને ત્રણ વર્ષમાં ડિગ્રી મળે છે, જ્યારે ડિપ્લોમા બે વર્ષમાં મળે છે. મીનાએ કહ્યું, અમે ટૂંક સમયમાં  હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારીશું. મેડિકલ ઓફિસર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન પણ અમારી સાથે જોડાશે. મીનાએ દાવો કર્યો હતો કે છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ સહિતના તમામ રાજ્યો, એઈમ્સ અને ખાનગી હોસ્પિટલોના જુનિયર ડોકટરો અને સિનિયર ડોકટરો પણ અમારું સમર્થન કરશે.

મધ્યપ્રદેશમાં મહામારી વચ્ચે છ સરકારી મેડિકલ કોલેજ ભોપાલ,ઇન્દોર,ગ્વાલિયર,જબલપુર,સાગર અને રેવાના લગભગ 3 હજાર જુનિયર ડોકટરો છ માંગોને લઇને સાેમવારે હડતાળ પર ઉતરી ગયા હતા.જુનિયર ડોકટરોની માંગમાં મુખ્યત્વે પગાર વધારવો અને કોરોના સંક્રમણ થાય તો તેમના પરિવારનો મફત ઇલાજ કરવામાં આવે .અધ્યક્ષ મીણાએ દાવો કર્યો હતો કે 28 દિવસ પહેલા સરકારે 6 મે ના દિવસે તેમની તમામ માંગ સ્વીકારી હતી અને માંગ સત્વરે પુરી કરવામાં આવશે પરતું એવું થયું ન હતું તેથી ડોકટરોએ સામુહિક રાજીનામુ આપ્યું છે.