Washington News: મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકરી રહ્યું છે. આ ક્ષેત્રમાં સંઘર્ષ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અમેરિકાએ ઈરાનમાં હજારો સ્થળોનો નાશ કર્યો છે, જ્યારે ઈરાને અનેક ખાડી દેશોમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર ભીષણ હુમલા કર્યા છે. આ ભીષણ સંઘર્ષ વચ્ચે, અમેરિકાના વોશિંગ્ટનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક સૈન્ય થાણા (Washington military base) ઉપર અજાણ્યા ડ્રોન ઉડતા જોવા મળ્યા છે, જેના કારણે અધિકારીઓમાં ગભરાટ ફેલાયો છે.
શું છે આખો મામલો?
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, પરિસ્થિતિની જાણકારી ધરાવતા ત્રણ લોકોએ જણાવ્યું હતું કે, “યુએસ અધિકારીઓએ વોશિંગ્ટન આર્મી બેઝ (Washington military base) પર અજાણ્યા ડ્રોન શોધી કાઢ્યા હતા જ્યાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ રહે છે. બે લોકોએ જણાવ્યું હતું કે અધિકારીઓ હજુ સુધી પુષ્ટિ કરી શક્યા નથી કે આ ડ્રોન ક્યાંથી આવ્યા.”

Washington military base: સેનાએ એલર્ટ જારી કર્યું
એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ વ્હાઇટ હાઉસને સંવેદનશીલ સુરક્ષા બાબતો અંગે માહિતી આપતા કહ્યું કે, “ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાને કારણે એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. પરિણામે, સૈન્ય સંભવિત જોખમો પર વધુ નજીકથી નજર રાખી રહ્યું છે.

અધિકારીએ ઉમેર્યું કે છેલ્લા 10 દિવસથી ફોર્ટ લેસ્લી જે. મેકનાયર પર એક જ રાત્રે અનેક ડ્રોન (Drone) જોવા મળ્યા છે, જેના કારણે સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા છે. આ ઘટનાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.”
આ પણ વાંચો:અમેરિકામાં ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓના મોત, વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબાર
આ પણ વાંચો:વોશિંગ્ટનમાં જેટ અને હેલિકોપ્ટરને અથડાતાં 60થી વધુના મોતની આશંકા
