Breaking News/ અમેરિકામાં ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓના મોત, વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબાર

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઇમ કોહેને જણાવ્યું હતું કે ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી.

Top Stories World

Breaking News: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર થયેલા ગોળીબારમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓ માર્યા ગયા હુમલાખોરે હુમલા પહેલા ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવ્યા હતા. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે.

જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, આ ઘટના વોશિંગ્ટનમાં કેપિટલ યહૂદી મ્યુઝિયમની બહાર બની હતી. આ સંગ્રહાલયમાં અમેરિકન યહૂદી સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઇમ કોહેને જણાવ્યું હતું કે ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી. આ બંને કર્મચારીઓ એક યહૂદી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. અમને સ્થાનિક અને સંઘીય સ્તરે અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ હુમલાખોરોને પકડી લેશે અને ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયનું રક્ષણ કરશે.

આ ગોળીબાર યહૂદી સંગ્રહાલયની બહાર થયો હતો, જ્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન યહૂદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. એફબીઆઈનું જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને ખબર પડશે તેમ તેમ વધુ માહિતી શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવીશું.

એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે મને અને મારી ટીમને વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબારની જાણ કરવામાં આવી હતી. અમે MPD સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે તમને આ વિશે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું.આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલી રાજદૂત ડેની ડેનને તેને યહૂદીઓ વિરુદ્ધ આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં જાસૂસ કેવી રીતે બનવું, તમારે આ 6 શરતો પૂરી કરવી પડશે, CIA એ પોતે જ જણાવ્યું

આ પણ વાંચો:‘જો અમેરિકા આતંકવાદીઓને ભારતને સોંપી શકે છે, તો પાકિસ્તાન હાફિઝ સઈદ-લખવીને કેમ નહી’, :ભારતીય રાજદૂત

આ પણ વાંચો:અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનને થઈ ગંભીર બીમારી, ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?