Ahmedabad News: મધ્યપૂર્વમાં વધતા તણાવની અસર હવે હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના તણાવ વચ્ચે દુબઈમાં થયેલા ડ્રોન હુમલા (Dubai Drone Attack)ને પગલે સુરક્ષાની દૃષ્ટિએ અમદાવાદથી દુબઈ જતી ફ્લાઇટને મધ્યમાંથી પરત લાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈ જતી ફ્લાઇટમાં લગભગ 250 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાઇટ દુબઈ તરફ જતી હતી ત્યારે સુરક્ષા એલર્ટ મળતા જ વિમાનને પાછું અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
Dubai Drone Attack બાદ દુબઈ એરપોર્ટનો રન-વે તાત્કાલિક બંધ
ડ્રોન હુમલા (Dubai Drone Attack)ની ઘટના બાદ સુરક્ષા કારણોસર દુબઈ એરપોર્ટનો રન-વે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ઘણા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ઓપરેશન પર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ઉડેલી ફ્લાઇટને પણ મધ્યમાર્ગમાંથી પરત લાવવાનો નિર્ણય લેવાયો.

અમદાવાદ પરત ફરતા મુસાફરોને રાહત
ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર સુરક્ષિત રીતે લેન્ડ થતાં મુસાફરોને રાહતનો શ્વાસ મળ્યો હતો. ઘણા મુસાફરો શરૂઆતમાં ગભરાઈ ગયા હતા, પરંતુ સલામત લેન્ડિંગ થતાં પરિસ્થિતિ સામાન્ય બની હતી.
સાંજની ફ્લાઇટ પણ રદ્દ
આ ઘટનાને પગલે અમદાવાદથી દુબઈ જવાની સાંજે 5 વાગ્યાની ફ્લાઇટ પણ રદ્દ કરવામાં આવી હતી. એરલાઈન કંપની દ્વારા મુસાફરોને મેસેજ મોકલીને આ અંગે જાણ કરવામાં આવી હતી.

મુસાફરોને હાલાકી
ફ્લાઇટ રદ્દ (Flight Cancelled) થવાના કારણે ઘણા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરો કામકાજ અને પ્રવાસ માટે દુબઈ જવાના હતા, પરંતુ ફ્લાઇટ રદ્દ (Flight Cancelled) થતાં તેમની મુસાફરી મુલતવી રાખવી પડી હતી. હાલ મધ્યપૂર્વની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઈન કંપનીઓ અને એરપોર્ટ સત્તાવાળાઓ સુરક્ષા મામલે વિશેષ સાવચેતી રાખી રહ્યા છે.
આ પણ વાંચો:બઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, ફ્લાઇટ્સ રદ, ટ્રમ્પે કહ્યું- ‘અમે ઈરાનની શક્તિ ખતમ કરી દીધી’
આ પણ વાંચો:સુરત એરપોર્ટથી દુબઈની તમામ ફ્લાઈટ્સ રદ, SVP ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 12 ફ્લાઈટ્સ સ્થગિત
