Not Set/ વડોદરા/ સ્ટેમ્પ વેન્ડરે 7માં માળેથી કૂદી કર્યો આપઘાત

  વડોદરાના છાની વિસ્તારમાં રહેતા રોહિત શાહ નામના સ્ટેમ્પ વેન્ડરે નર્મદા ભાવનાના ૭મ માળેથી કુદીને આપઘાત કર્યો છે. સ્ટેમ્પ વેન્ડરની આત્મ હત્યાને લઈને કોર્ટ અન્ય સ્ટેમ્પ વેન્ડર અને પરિવાર જનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  પોલીસે ઘટના સ્થળે પહોચી આ કેસમાં વધુ તપાસ હાથ  ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છાણી વિસ્તારમાં રહેતો સ્ટેમ્પ વેન્ડર રોહિત […]

Gujarat Vadodara
 

વડોદરાના છાની વિસ્તારમાં રહેતા રોહિત શાહ નામના સ્ટેમ્પ વેન્ડરે નર્મદા ભાવનાના ૭મ માળેથી કુદીને આપઘાત કર્યો છે. સ્ટેમ્પ વેન્ડરની આત્મ હત્યાને લઈને કોર્ટ અન્ય સ્ટેમ્પ વેન્ડર અને પરિવાર જનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  પોલીસે ઘટના સ્થળે પહોચી આ કેસમાં વધુ તપાસ હાથ  ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છાણી વિસ્તારમાં રહેતો સ્ટેમ્પ વેન્ડર રોહિત શાહ આજે બપોરના સમયે ઘરેથી નીકળીને નર્મદા ભવન ખાતે પહોંચ્યો હતો. આજે રવિવાર હોવાથી નર્મદા ભવન બંધ હતું. આથી યુવક નર્મદા ભવનના સાતમા માળે પહોંચી ગયો હતો અને સાતમા માળેથી કુદકો માર્યો હતો.

અવાજ થી આસપ અસના લોકો દોડીઆવ્યા હતા. અને પોલીસ ને જાણ કરી હતી. રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી સ્ટેમ્પ વેન્ડરના આપઘાતનું કારણ અકબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.