Not Set/ ગઢડાની બેઠક સાતવાર કાેંગ્રેસે અને છ વાર ભાજપે જીતી છે

૧૯૮૦ ની વિધાનસભા ચૂંટણીથી આ બેઠક અનામત બની. અનુસૂચિ જાતિ માટેની આ બેઠક પર ૧૯૮૦માં ભાવનગરના કામદાર આગેવાન બચુભાઇ ગોહેલ જીત્યા હતા તો ૧૯૮પની ચૂંટણીમાં સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીની નજીક મનાતા રણજીત

Top Stories Gujarat Mantavya Vishesh Politics

@હિંમતભાઈ ઠક્કર  

મુળ ભાવનગર જિઇલ્લાની ગઢડા વિધાનસભા બેઠકનો મત વિસ્તાર બોટાદ અને ભાવનગર એ બે મત વિસ્તારમાં પથરાયેલો છે. ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે ત્યારે આ મત વિસ્તારના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. ગુજરાત રાજયના વિભાજન બાદ આ મત વિસ્તારના સીમાંકન બદલાતા રહયા છે. ર૦૧૭ની ચૂંટણી વખતે ગઢડા તાલુકાના પ૦ થી વધુ ગામો બોટાદ મત વિસ્તારમાં ભળ્યા અને વલ્લભીપુર બોટાદમાંથી ગઢડામાં ઉમેરાયુ. ૧૯૬ર થી ૧૯૭પ સુધી સામાન્ય બેઠક રહેલી ગઢડાની બેઠક ૧૯૮૦ થી અનામત બેઠક બની઼ જે આજ સુધી યથાવત છે. ૧૯૮૦ થી ર૦૧૭ સુધીની ૯ ચૂંટણી અને ૧૯૯ર ની પેટા ચૂંટણી અનામત બેઠક તરીકે હતી અને ર૦ર૦ની પેટા ચૂંટણીમાં પણ આજ સ્થિતિ છે. ૧૯૬ર થી ર૦૦ની લોકસભા ચૂંટણી સુધી    ગઢડા વિધાનસભા મત વિસ્તાર ધંધુકા સંસદીય મત વિસ્તારમાં હતો તો ર૦૦૯ થી ગઢડા વિધાનસભા મત વિસ્તાર ભાવનગર સંસદીય મત વિસ્તારમાં ગણાય છે.

Process to elect next party president set in motion: Congress - The Financial Express

આ બેઠક પર ૧૯૬ર થી ર૦૧૭ સુધીની ૧૩ સામાન્ય ચૂંટણીમાં ૧ વખત સ્વતંત્ર પક્ષના ઉમેદવાર જીત્યા છે. જયારે ૧૯૯રમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આ બેઠક પર ભાજઇપનો વિજય થયો હતો. વિગતવાર જાેઇએ તો ૧૯૬રમાં ગઢડા બેઠક પર સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકર દેવેન્દ્રભાઇ દેસાઇ વિજયી બન્યા હતા અને તેમણે નાયબ પ્રધાનનો હોદો પણ સંભાળ્યો હતો. ૧૯૬૭માં આ બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર લીંબડા દરબાર રણજીતસિંહ ગોહિલ જીત્યા હતા. તેમણે તત્કાલીન નાયબ મંત્રી એવા દેવેન્દ્રભાઇને હરાવ્યા હતા. રણજીતસિંહ ગોહિલના પૌત્ર શકિતસિંહ ગોહિલ હાલ કાેંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજયસભાના સભ્ય છે અને તેઆે  વખત વિધાનસભા ચૂંટણી પણ જીત્યા છે઼ આ બેઠક પર ૧૯૭રમાં શાસક કાેંગ્રેસના લક્ષ્મણભાઇ પટેલ (અનીડા) અને ૧૯૭પમાં ભાવનગર અને વડવાના ધારાસભ્ય રહી ચૂકેલા કાેંગ્રેસના પ્રતાપ શાહ વિજયી થયા હતા અને તેમણે ટુંકાગાળા માટે રાજયના નાયબ નાણાપ્રધાન બનવાનો અવસર મળ્યો હતો.

Congress vis-à-vis BJP

૧૯૮૦ ની વિધાનસભા ચૂંટણીથી આ બેઠક અનામત બની. અનુસૂચિ જાતિ માટેની આ બેઠક પર ૧૯૮૦માં ભાવનગરના કામદાર આગેવાન બચુભાઇ ગોહેલ જીત્યા હતા તો ૧૯૮પની ચૂંટણીમાં સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીની નજીક મનાતા રણજીત ગોહેલ જીત્યા હતા઼ ૧૯૯૦માં ભાજઇપ અને જઇનતાદળ સંયુકત રીતે લડયા હતા ત્યારે આ બેઠક પર ભાજઇપના અગ્રણી મગનભાઇ રાણવા વિજયી બન્યા હતા પરંતુ દોઢ વર્ષના ટુંકા ગાળા બાદ તેમનું નિધન થતાં આ બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમદવાર અને સુરતના અગ્રણી ધારાશાસ્રી આત્મારામ પરમાર વિજયી બન્યા હતા. ત્યારબાદ યોજાયેલી ૧૯૯પ અને ૧૯૯૮ની સામાન્ય ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક જાળવી હતી. જયારે ર૦૦રમાં આત્મારામભાઇ સામે કોંગ્રેસના પ્રવિણભાઇ મારૂ વિજેતા બનતા કાેંગ્રેસે આ બેઠક છીનવી હતી. જાે કે ત્યારબાદ ર૦૦૭ અને ર૦૧રની ચૂંટણીમાં ફરી ભાજપના દલિત નેતા એવા આત્મારામભાઇ પરમાર ફરી વિજેતા થયા હતા અને ર૦૧૭ બાદ થોડા સમય માટે ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને રાજય કક્ષાના પ્રધાન પણ બન્યા હતા.

Strange Bedfellows! When Congress and BJP Joined Hands for Telangana Civic Polls

પાટીદાર અનામત આંદોલનના આેછાયા હેઠળ યોજાયેલી ર૦૧૭ની ચૂંટણીમાં ગઢડાની બેઠક ફરી કાંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી. આ બેઠક પર ર૦૦૭ અને ર૦૧રમાં હારેલા કાેંગ્રેસના પ્રવિણભાઇ મારૂ ફરી ધારાસભ્ય બન્યા હતા. ર૦ર૦માં રાજયસભાની ચૂંટણી પહેલા પ્રવિણભાઇ મારૂએ વિધાનસભાની બેઠક પરથી રાજીનામુ આપતા આ બેઠકની પેટાચૂંટણી ૩જી નવેમ્બરે યોજાઇ રહી છે. પ્રવિણભાઇએ પ્રથમ રાઉન્ડમાં રાજીનામુ આપનારા પાંચ ધારાસભ્યો સાથે રાજીનામુ આપ્યું હતું તેમણે થોડા સમય પહેલા પોતે પેટાચૂંટણી નહિ લડે અને ભાજપમાં પણ નહિ જાેડાય તેવી જાહેરાત કરી છે. આ બેઠકની એકવાર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યુ હતું. આ વખતે ફરી એકવાર આ બેઠક પર ભાજપ અને કાંગ્રેસ વચ્ચેનો જંગ ખેલાશે.

Cricket / પૂર્વ કેપ્ટન કપિલદેવને હોસ્પિટલમાંથી મળી રજા…

#CoronaUpdate / શું ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે…? છેલ્લા 24 ક…

Ajab Gajab / ઉનાકોટી – અહીં આવેલી છે 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ, …