Ahmedabad News/ ઢોંસાના ખીરાથી 2 માસૂમ બાળકીના મોતનું રહસ્ય વધુ ઘેરાયું!, પોલીસને ઘરના સભ્યો પર શંકા

અમદાવાદના Chandkhedaમાં ઢોંસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનો મામલો ગૂંચવાયો. પરિવારે ફૂડ પોઈઝનિંગનો આક્ષેપ કર્યો, જ્યારે પોલીસને ઘરની અંદર જ કોઈ અઘટિત ઘટના બની હોવાની શંકા. 35 ની પૂછપરછ.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Chandkheda Police Investigation

Ahmedabad Chandkheda Police Investigation: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું તૈયાર ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો હવે અત્યંત ગૂંચવાઈ રહ્યો છે. એક તરફ પરિવારજનો એક જ રટણ કરી રહ્યા છે કે બાળકીઓના મોત ખીરાના કારણે જ થયા છે, પરંતુ બીજી તરફ પોલીસની તપાસમાં કંઈક અલગ જ એંગલ સામે આવી રહ્યો છે. પોલીસની શંકાની સોય હવે ઘરના સભ્યો તરફ જ વળી છે, જેના કારણે આ કેસમાં મોટો વળાંક આવી શકે છે.

35 લોકોની પૂછપરછ, ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી

આ હાઈપ્રોફાઈલ અને સંવેદનશીલ કેસની તપાસ ચાંદખેડા પોલીસ પૂરજોશમાં કરી રહી છે. ચાંદખેડા પીઆઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં પરિવારના સભ્યો સહિત આસપાસના 30 થી 35 લોકોની સઘન પૂછપરછ કરી ચૂક્યા છીએ. વિપુલ, વિમલ, ભાવના અને બાળકીઓના દાદા સહિત તમામની આંતરિક પૂછપરછ કરવામાં આવી છે.” આ કેસની ગંભીરતાને જોતા, ભલે સત્તાવાર રીતે તપાસ સોંપાઈ નથી, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) પણ સ્થાનિક પોલીસની સાથે રહીને તપાસમાં મદદ કરી રહી છે.

પોલીસને ઘરની અંદર જ ઘટના બની હોવાની પ્રબળ શંકા

બાળકીઓના માતા-પિતા (વિમલભાઈ અને ભાવનાબેન) હજુ પણ હોસ્પિટલના ICU માં સારવાર હેઠળ છે. તેમની તબિયત હાલ સ્થિર છે, પરંતુ તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. પીઆઈના જણાવ્યા અનુસાર, “પ્રાથમિક તપાસમાં આ ઘટના ઘરની અંદર જ બની હોય તેવું વધુ લાગી રહ્યું છે, આથી અમે ફૂડ પોઈઝનિંગ સિવાયના અન્ય તમામ પાસાઓ અને એંગલથી ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ.”

એફએસએલ (FSL) રિપોર્ટ પર ટકેલી છે નજર

આ સમગ્ર કેસમાં પોસ્ટમોર્ટમ (PM) અને એફએસએલ (FSL) રિપોર્ટ સૌથી મહત્વના સાબિત થશે. 4 વર્ષની માસૂમ બાળકીનો પીએમ રિપોર્ટ અને ખીરાનો એફએસએલ રિપોર્ટ આવતીકાલ સુધીમાં આવી જવાની શક્યતા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકીઓના મોત ફૂડ પોઈઝનિંગથી થયા છે કે પછી કોઈ અન્ય ઝેરી પદાર્થને કારણે.

Chandkheda : શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલના રોજ ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’ માંથી ઢોંસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરું ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં 4 વર્ષની મીશ્રી અને માત્ર અઢી મહિનાની રાહા નામની બે માસૂમ બાળકીઓએ દમ તોડી દીધો હતો. પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ડેરીના ખીરામાં જ ઝેર હતું, જ્યારે પોલીસ અન્ય થીયરી પર કામ કરી રહી છે.


આ પણ વાંચો: ચાંદખેડામાં બે બાળકીના મોતના પ્રકરણમાં બ્લડ સેમ્પલમાં ઊંઘનું દવાનું કન્ટેન્ટ મળતા રહસ્ય ઘેરું બન્યું

આ પણ વાંચો: ચાંદખેડામાં કરુણ ઘટના: ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત, માતા-પિતા હોસ્પિટલમાં

આ પણ વાંચો: ચાંદખેડામાં ગુંડારાજ! યુવકનું ટી-શર્ટ કાઢી ઢોર માર માર્યો, CCTV વાયરલ