Ahmedabad News: દિવાળીને લઈને અનેક જગ્યા પર આગની ઘટનાઓ કે કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે આવી ત્યારે ખાસ કરીને આગની ઘટનાઓને લઈને ફાયર વિભાગને એક સાથે અનેક કોલ મળતા હોય છે. ત્યારે આગની ઘટનાને લઈને અફરાતફરી મચી જતી હોય છે. જેને લઈને ઘટના પર રહેલા લોકો લોકેશન આપવામાં ક્યારે અસમર્થ હોય છે.
જેને લઈને ફાયર ફાયટર્સ ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગી જાય છે.આ વાતને ધ્યાનમાં રાખીને SCOPX ઇન્ટરેક્ટિવ સિસ્ટમ્સ દ્વારા ફાયર SOS પ્લેટફોર્મ ફાયર વિભાગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી પરિસ્થિતિનો સામનો કરવામાં લાગતો સમય ઓછો થઇ જશે.
આપને જણાવી દઈએ કે, આ એપ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઘટનાનું ભૌગોલિક સ્થાન મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકાય અને ત્યાંથી માહિતી સંબંધિત ફાયર સ્ટેશન અને ફાયર ફાઇટર્સને મળી જશે. અને તેઓ ઘટના સ્થળે જલ્દી પહોંચી જશે.
આ અભિગમ અગ્નિશામકોનો ઘટનાસ્થળે પહોંચવાનો પ્રતિભાવ સમય ઘટાડવાનો છે. ‘ફાયર SOS’ ઘટનાસ્થળે પહોંચવાનો રિસ્પોન્સ સમય 5-7 મિનિટથી ઘટાડીને કિંમતી જીવ બચાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો:જોધપુરમાં ઓઇલ પેઇન્ટના ગોદામમાં આગ, નેચરોપેથી સેન્ટરના દર્દીઓને બીજા બ્લોકમાં ખસેડવામાં આવ્યા
આ પણ વાંચો:હાલોલના MG મોટર્સ સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:પુણા ગોડાદરા રોડ વિસ્તારમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ:’ માલ સામાન બળીને ખાક
