Vaccination/ સુરત શહેરમાં એક જ દિવસમાં રેકોર્ડ રસીનો ડોઝ અપાયો

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા બીજા તબક્કાનાં વેક્સીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Gujarat Surat
  • સુરત શહેરમાં વેક્સિનેશન કામગીરી
  • મનપા દ્વારા કરાઈ રહ્યું છે વેક્સિનેશન
  • એક જ દિવસમાં રેકોર્ડ રસીનો ડોઝ અપાયો
  • ગઈકાલે 5984 લોકોને અપાઈ કોરોના રસી
  • 52 સરકારી હેલ્થ સેન્ટર અને 24 ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા બીજા તબક્કાનાં વેક્સીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજા તબક્કાની વેક્સીનેશનનો પ્રારંભ 1 માર્ચથી કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, રાજ્યમાં પણ વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરત શહેરમાં મનપા દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રસીનો ડોઝ સામાન્ય જનતાને આપવામાં આવ્યો છે.

Corona Vaccine / ડોક્ટર હર્ષવર્ધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મુકાવશે કોરોનાની રસી

કોરોનાને હરાવવા માટે હવે સુરત પૂરી રીતે તૈયાર દેખાઇ રહ્યુ છે. ત્યારે હવે અહી મનપા દ્વારા ગઇ કાલે એટલે કે 2 માર્ચનાં રોજ 5,984 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અહી 52 સરકારી હેલ્થ સેન્ટર અને 24 ખાનગી હોસ્પિટલમાં વેક્સીનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Corona effect / રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

વળી જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ગઇકાલે એટલે કે, 2 માર્ચનાં રોજ 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં પ્રથમ તબક્કામાં 254, પ્રથમ તબક્કાનાં બીજા ડોઝમાં 851, 60 વર્ષથી મોટી ઉંમરનાં 2432 અને 45 થી 59 વર્ષનાં કોમોર્બીડીટી ધરાવતા 314 લોકો સહિત કુલ 3,851 નાગરિકોએ રસી લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ