Gujarat Local Body Election 2026 ., ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી બધામાં ભાજપે જીત મેળવી છે. આમ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. લગભગ બધી જ મહાનગરપાલિકામાં જાણે તેનો કોઈ હરીફ જ ના હોય તેવી સ્થિતિ હતી.
આ અગાઉના પરિણામમાં જોઈએ તો આપના રાજ્ય મહામંત્રી મનોજ સોરઠિયા હારી ગયા, જ્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા પણ હારી ગયા. દરમિયાન ચૂંટણીના પરિણામોનો ઝોક બતાવે છે કે ભાજપનો વિજય નિશ્ચિત છે. ફર્ક ફક્ત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પડી શકે તેમ માનવામાં આવે છે. અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થઈ અને ગરમાગરમી હાથાપાઈ સુધી આગળ વધી હતી. જો કે છેવટે પછી બંને પક્ષે મામલો ઠંડો પાડ્યો હતો
સુરત આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝાટકો માનવામાં આવે છે. મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીનું સુરતમાં મોટું માથુ ગણાય છે. આ બતાવે છે કે સુરતમાં આમ આદમી પાર્ટીને યાદવાસ્થળી નડી ગઈ છે. આ પરિણામ ગોપાલ ઇટાલિયા માટે પણ મોટો ઝાટકો છે. આના પગલે સુરતમાં સારો દેખાવ કરવાની આમ આદમી પાર્ટીની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પહેલાં રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યું હતું. તેના કારણે વોર્ડ નંબર-16માં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. આ બતાવે છે કે વિકાસના કામ કરવા જતા અને અતિક્રમણ દૂર કરવાના પ્રયત્નોમાં તંત્ર ક્યાંકને ક્યાંક સ્થાનિકોના આક્રોશનો પણ ભોગ બની રહ્યુ છે, પછી ભલેને તે કામ ગેરકાયદેસરનું કેમ ન હોય. આ બતાવે છે કે ગરીબોની હાય તેને લાગી છે. આના પગલે સ્વાભાવિક રીતે ભાજપે આંચકો અનુભવ્યો હતો. રાજકોટ સૌરાષ્ટ્રમાં આમ પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેમાં ભાજપની આખી પેનલ સાફ થશે તેની બરોબર નોંધ લેવામાં આવશે.
આ પહેલા ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી થઈ છે. આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં પણ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં AIMIMની આખી પેનલ જીતી ગઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે AIMIMની એન્ટ્રી થઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત નવું જ રાજકીય પરિબળ ઉમેરાયું છે. આમ ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં ત્રિકોણીય જંગથી ચતુષ્કોણીય બનશે તો આશ્ચર્ય નહીં થાય.આ પહેલા પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ અકબંધ રહ્યો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે મળીને તેમની પેનલે આ બેઠક પર જંગી વિજય મેળવ્યો, વિરોધી પક્ષોને સંપૂર્ણપણે હરાવ્યા. આ બતાવે છે કે કુતિયાણામાં ભાજપ કે કોંગ્રેસ નહી પણ કાંધલ જાડેજાનું જ વર્ચસ્વ છે. જો કે કુતિયાણા નગરપાલિકા તો ભાજપે જ કબ્જે કરી હતી
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી
