New Delhi News/ વિપક્ષનું વોટ ચોરીના મુદ્દે રાજકીય ઘમસાણ, રાષ્ટ્રપતિને સોંપશે પુરાવા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વિપક્ષે રાષ્ટ્રપતિ સમક્ષ વોટ ચોરી(Vote Chori)નો મુદ્દો ઉઠાવ્યો છે

Top Stories India
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના નેતાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ મતદાતા યાદીમાં ગેરરીતિ અને કથિત વોટ ચોરી (Vote Chori)નો મુદ્દો ઉઠાવ્યો હતો

New Delhi News : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષી દળોના 10 અગ્રણી નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી વોટ ચોરી (Vote Chori)નો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના નેતાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ મતદાતા યાદીમાં ગેરરીતિ અને કથિત વોટ ચોરી (Vote Chori)નો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે EVM હટાવી બેલેટ પેપરથી ચૂંટણી (Ballot Paper Election)કરાવવાની માગ કરી છે.

રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યું, વિજય ચોક પર ધરણાં

સંસદના સેન્ટ્રલ હોલમાં INDIA બ્લોકની બેઠક પૂર્ણ થયા બાદ વિપક્ષી નેતાઓએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ યોજ્યો હતો. ત્યારબાદ 10 સભ્યોના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)સાથે મુલાકાત કરીને આવેદનપત્ર સોંપ્યું હતું.

બીજી તરફ, વિપક્ષના અન્ય સાંસદોએ વિજય ચોક ખાતે ધરણાં યોજ્યાં હતાં. આ દરમિયાન ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’ સહિતનાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાયસીના હિલ્સ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ખડગેની EVM હટાવવાની માગ

મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ જણાવ્યું હતું કે વિપક્ષે રાષ્ટ્રપતિ સમક્ષ વોટ ચોરી(Vote Chori)નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ફરીથી ચૂંટણી યોજવાની અને EVMના બદલે બેલેટ (Remove EVM)પેપરથી મતદાન કરાવવાની માગ કરી હતી.

ખડગેના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિએ આ મુદ્દે પુરાવા રજૂ કરવા કહ્યું છે. વિપક્ષ હવે મતદાન પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજો અને અન્ય પુરાવા રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની તૈયારીમાં છે.

રાહુલ ગાંધી અને મમતા બેનર્જીનું નિવેદન

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ તેમની પાસે વોટ ચોરી સંબંધિત પુરાવા માગ્યા છે. તેમણે ગુજરાત, હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામો અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આ મુદ્દાને માત્ર ચૂંટણી પંચ પૂરતો મર્યાદિત ન ગણાવી સરકારની જવાબદારી અંગે પણ સવાલો કર્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે વિપક્ષે રાષ્ટ્રપતિને બંધારણની રક્ષા કરવા અને વોટ ચોરી (Vote Chori)ના મુદ્દે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિએ સકારાત્મક વલણ દાખવ્યું છે અને વિપક્ષ તમામ સંબંધિત પુરાવા રજૂ કરશે.

મતદાતા યાદીમાં ગેરરીતિના મુદ્દે રાજકીય વિવાદ

વિપક્ષી દળોનો આરોપ છે કે મતદાતા યાદીના પુનરીક્ષણ દરમિયાન પારદર્શકતા જળવાઈ નહોતી અને અનેક મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં હતાં. આ મુદ્દે વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને સમગ્ર પ્રક્રિયાની તપાસની માગ કરી રહ્યો છે.

જોકે, ભાજપ અને ચૂંટણી પંચે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. હવે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થનારા પુરાવા અને આ મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો: ‘વોટ ચોરી’ સામે ઇન્ડિયા બ્લોક્સનો આજે પાવર શો, 300થી વધુ સાંસદો દેખાવ કરશે

આ પણ વાંચો: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાળિયામાં વોટચોરી સામે મશાલ યાત્રા કાઢવામાં આવી

આ પણ વાંચો: રાહુલે કહ્યું મહારાષ્ટ્રની જેમ બિહારમાં ચૂંટણીમાં ચોરીનો પ્રયાસ, વોટર વેરિફિકેશનના વિરોધમાં બિહાર બંધનું એલાન, ટ્રેનો રોકી, હાઈવે જામ