Jamnagar News:રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ આ મશાલ યાત્રામાં જોડાયા હતા.મશાલ યાત્રા પહેલા જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે શક્તિસિંહે બેઠક યોજી હતી.બેઠકમાં શક્તિસિંહે ભ્રષ્ટચારીઓ સામે લડવા યુવાનોને હાકલ કરી હતી.વોટચોરો સામે લડવા ગુજરાતના યુવાનોએ કમર કસવી જોઈએ.આ માત્ર વોટચોરી નથી આ આખી સરકાર ચોરી થાય છે.આ માત્ર વોટ ચોરી નથી આ નાગરિકોના બંધારણીય અધિકારોની ચોરી છે
જય જગત સાથ જણાવવાનું કે ગઈકાલે ખંભાળિયા ખાતે દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ, AICC ના પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેઓની સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા, ભીખુભાઈ વારોતરિયા, ડો. રણમલભાઈ વારોતરિયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા.
[fvplayer id=”21″]
મશાલ રેલી પહેલા યોગકેન્દ્ર ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી હતી જેમાં દેવભૂમી દ્વારકા જિલ્લાના યુવાનોને કોંગ્રેસમાં જોડાવા શક્તિસિંહ હાકલ કરી હતી. શક્તિસિંહ વોટચોરી બાબતે કહ્યું હતું કે ગુજરાતમાં પેપર ફૂટે, વિધાર્થીઓ આંદોલન કરે, આશાવર્કર, આંગણવાડીની બહેનો પોતાના હક્ક માટે લડે, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, ફિક્સ પે, કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ લડત કરે, ખેડૂતો પાકવિમો, જમીન માપણીની લડત કરે પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકાર જ વોટચોરી કરીને બને છે એટલે તેમને મત નો ડર જ નથી રહ્યો. માટે ગુજરાતના યુવાનોએ વોટચોરી સામે ચાલતી લડતમાં સામેલ થવું જોઈએ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા એ કહ્યું હતું કે જિલ્લામાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, માછીમાર ભાઈઓ, દલિતો, વંચિતો, પીડિતો દરેક સમુદાયની લડતમાં કોંગ્રેસના એક એક સિપાહીએ લડત કરવી જોઈએ લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને આ વોટચોરો સામે લડવું જોઈએ.
આ પણ વાંચો:જામનગર કાલાવડ ધોરી માર્ગ પર ટ્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ
આ પણ વાંચો:જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રીક્ષા ચાલકની હત્યા
આ પણ વાંચો:જામનગરમાં શેડ ખરીદવાના બહાને વેપારી સાથે રૂ.1.40 કરોડની છેતરપિંડી
