Not Set/ ધોરાજી અને થરાદ માંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારુ

ગુજરાત, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે ત્યારે રાજકોટ પોલીસને છત્રાળા રોડ પાસે ટ્રકમાંથી દારૂ ઉતારાતો હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે પોલીસ અધિક્ષક અંતરિપ સુદનાં માર્ગદર્શન હેઠળ છત્રાસા ગામની સીમમાં ઝાપોદડના રસ્તે બાવળની કાટમાં પોલીસે રેડ પાડી હતી. રેડની જાણ થતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. રેડ દરમ્યાન […]

Gujarat

ગુજરાત,

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે ત્યારે રાજકોટ પોલીસને છત્રાળા રોડ પાસે ટ્રકમાંથી દારૂ ઉતારાતો હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે પોલીસ અધિક્ષક અંતરિપ સુદનાં માર્ગદર્શન હેઠળ છત્રાસા ગામની સીમમાં ઝાપોદડના રસ્તે બાવળની કાટમાં પોલીસે રેડ પાડી હતી.

રેડની જાણ થતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. રેડ દરમ્યાન પોલીસને ભારતીય બનાવટનો દારૂ, વિસ્કી, અને બિયરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે  ટ્રક અને એક સ્પલેન્ડર બાઇક સહિત રૂપિયા 65,20,400નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. અજાણ્યો ટ્રક ચાલક અને જૂનાગઢનાં હમીર મેર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે થરાદમાં ઘઉંના ભુસાની આડમાં દારૂની હેરફેરનો પર્દાફાશ થયો છે. થરાદ પોલીસે 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે. થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂ ભરાઈને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે.

જે બાતમી બાદ  ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું એ દરમિયાન એક ટ્રકમાં તપાસ કરતા તેમાં ઘઉંનો ભુસો મળ્યો. પરંતુ ભુસાની નીચે તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. 21 લાખથી વધુની કિંમતની 522 પેટી વિદેશી દારૂ જપ્ત કરીને પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.