Not Set/ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જઇ રહ્યુ છે. શહેરમાં સતત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
  • અમદાવાદમાં સંક્રમણનો વધતો ખતરો
  • નવા 20થી વધુ માઇક્રો.કન્ટે.ઝોનનો ઉમેરો
  • બંસી એપાર્ટમેન્ટ ઇન્ડિયા કોલોનીમાં 18 મકાન
  • યુનિક આશિયાના,ગોતામાં 28 મકાનોનો સમાવેશ
  • સતત કેસો વધતાં મનપા દ્વારા કામગીરી
  • અમદાવાદમાં કોરોનાનાં નવા 506 કેસ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જઇ રહ્યુ છે. શહેરમાં સતત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરની વાત કરીએ તો નવા 20 થી પણ વધારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે.

હલ્લાબોલ / આજે ખેડૂતોનો દેશ વ્યાપી બંધ, વેપારી સંગઠનો જોડાવાનો ઇનકાર અન્ય સંગઠનોનો ટેકો

રાજ્યમાં જે રીતે કોરોનાનાં કેસ વધી રહ્યા છે, તે જોતા હવે સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. વધતા સંક્રમણને રોકવા માટે અમદાવાદમાં તંત્ર કડક પગલા ભરી રહ્યુ છે. શહેરમાં આ માર્ચ મહિના સુધી બાગ-બગીચાને બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં સૌથી વધુ સંક્રમણ પશ્ચિમ વિસ્તારોમાં વધારે જોવા મળી રહ્યુ છે. રોજ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થતા જનતામાં હવે ચિંતા જોવા મળી રહી છે. સરખેજ હાઇવે પર આવેલા ગોતામાં 28 મકાનો એવા છે કે છે જેનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. રાજ્યમાં ચૂંટણી પૂર્વે 500 થી ઓછા કેસ નોંધાતા હતા, જેનાથી વધારે આજે એકલા અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. તેના પરથી તમે પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો છો.

કોરોનાથી હાહાકાર / દેશમાં કોરોનાના સેકન્ડ વેવથી સ્થિતિ સ્ફોટક, છેલ્લાં 24 કલાકમાં 59 હજાર કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર

ઉલ્લેખનીય છે કે,  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ફરી એક વાર કાળો કેર મચાવી  રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનાં આંકડા  રોજ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા નોંધાયેલા આંકડા મુજબ રાજ્યમાં રેકોર્ડ બ્રેક 1961 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,94,130 ઉપર પહોંચ્યો છે. વળી આ દરમિયાન 7 લોકોનાં મૃત્યુ પણ થયા છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…