સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે ત્યારે કપાસના ગ્રાઉન્ડ ખાતે શ્રીનાથગઢના વૃદ્ધા પર લોડર ફરી વળતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ભરૂચ / અંકલેશ્વર GIDC ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ગ્રાઉન્ડ ખાતે તાલુકાના શ્રીનાથગઢ ગામેથી આવેલા કમળાબેન જેન્તીભાઈ બાબરીયા ઉંમર વર્ષ 60 ઉપર લોડર ફરી વળતા સર્જાયેલા અકસ્માતમાં તેમનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટના અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો:Bollywood / વધુ એક બોલીવુડ અભિનેતાને કોરોના પીઢ અભિનેતા પ્રેમ ચોપડા કોરોના સંક્રમિત
કમળાબેન ના પતિ જેન્તીભાઈ બાબરીયા બગસરા મામલતદાર કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે સોમવારના રોજ બાબરીયા પરીવાર દ્વારા માર્કેટિંગ યાર્ડ માં કપાસ વેચવા મોકલવામાં આવ્યો હતો જેના હિસાબ-કિતાબ માટે કમળાબેન માર્કેટિંગ યાર્ડ ગયા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા કમળાબેન અને જેન્તીભાઈ ને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. માતાના નિધનથી બાબરીયા પરીવાર શોકમગ્ન બની ગયો હતો
