Porbandar News/ પોરબંદરમાં દૂષિત પાણીનો વિરોધ : પાણીની અંતિમયાત્રા કાઢીને, સરકાર સામે આક્રોશ

Porbandar News : પોરબંદરમાં જેતપુરના ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયામાં ઠાલવવાના વિરોધમાં હજારો લોકોએ અનોખી અંતિમયાત્રા કાઢીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ પ્રોજેક્ટને ત્રણ વર્ષથી શાંતિપૂર્ણ રીતે વિરોધવા છતાં કોઈ સાંભળ્યું ન હોવાથી લોકોએ આ આત્યંતિક પગલું ભર્યું છે.

Gujarat Others Breaking News

Porbandar News : પોરબંદર શહેરના નરસંગ ટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવના સ્મશાન સુધી નીકળેલી આ રેલીમાં હજારો લોકોએ કાળા કપડાં પહેરીને દૂષિત પાણીને અગ્નિદાહ આપ્યો હતો. રેલીમાં હજારો લોકોએ કાળા કપડાં પહેરીને તેમની નારાજગી વ્યક્ત કરી હતી. માછીમારો સહિતના સ્થાનિકોનું માનવું છે કે આ પ્રોજેક્ટ તેમના જીવન અને પર્યાવરણ માટે મોટો ખતરો છે.

આંદોલનકારીઓએ સરકાર પર ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે અને પ્રોજેક્ટને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. જો સરકારે આ પ્રશ્ન પર યોગ્ય પગલાં ન લીધા તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળે જણાવ્યું કે, “પાણી જ્યાં જીવન છે, ત્યાં આજે આ દૂષિત પાણીએ પોરબંદરના દરિયાકાંઠા અને જીવજંતુઓ માટે મરણાકાર રીતે જોખમ ઊભું કર્યું છે,”

ભાજપ સરકારના નેતાઓ લોકહિતમાં નહીં પરંતુ ઉદ્યોગોના હિતમાં કાર્ય કરી રહ્યા છે તેમ પોરબંદરના યુવાન આગેવાને કહ્યું હતું. આંદોલનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો આ ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ તરત જ રદ નહીં થાય, તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.
પોરબંદરના નાગરિકો મજબૂત અને સંકલ્પબદ્ધ છે કે આ પ્રશ્નને ઉકેલવામાં માત્ર મૌખિક વચનો નહીં, પરંતુ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

સ્થાનિકોનો દાવો છે કે 1100 દિવસ સુધી શાંતિપૂર્ણ રજૂઆતો છતાં સરકાર બહેરી બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક વચન આપ્યું હતું કે પ્રોજેક્ટ પોરબંદરવાસીઓની મંજૂરી વગર આગળ નહીં વધે છતાં પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખ્યું છે, જેના કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો છે. સ્થાનિકોનું માનવું છે કે દૂષિત પાણી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ તેમના આરોગ્ય માટે પણ ખતરો છે. આ આંદોલન હવે રાજ્યવ્યાપી બની શકે છે અને સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. જોવાનું એ રહ્યું કે સરકાર આ મુદ્દે શું પગલાં લે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં મધદરિયે મદદ… માછીમારો માટે કોસ્ટગાર્ડ બન્યું તારણહાર

આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી 500 કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: પોરબંદરમાં ભારતમાં પહેલી વખત બીચ સોકર લેવલ વન કોચિંગ કોર્સનું આયોજન