Porabandar News: પોરબંદરમાં માછીમારો માટે કોસ્ટગાર્ડ તારણહાર બન્યું. મધદરિયે માછીમારો ફસાઈ ગયા હતા. બોટમાં આશરે સાતથી વધુ માછીમારો હતા. દરિયામાં માછીમારોની બોટ હાલક-ડોલક થતી હતી. ત્યારે કોસ્ટગાર્ડની તાત્કાલિક મદદ મળી જતા તમામને બચાવવામાં સફળતા મળી.
મળતી માહિતી મુજબ પોરબંદરના દરિયામાં રાબેતા મુજબ માછીમારો બોટની સવારીમાં માછીમારી પર નીકળ્યા હતા. ત્યારે દરિયામાં અચાનક વાતાવરણ બદલાયુ અને દરિયો ઉછાળો મારવા લાગ્યો. મધદરિયે માછીમારોની બોટમાં ખામી સર્જાઈ જેના કારણે તેમની બોટ હાલક-ડોલક થવા લાગી. આ સ્થિતિની માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરી અને તાત્કાલિક રેસ્કૂય ટીમ મોકલવામાં આવી. કોસ્ટગાર્ડ દ્વારા માંગરોળ બંદરની બોટમાં સવાર 7 ખલાસીઓને રેસ્કયૂ કરી બચાવવામાં આવ્યા. કોસ્ટગાર્ડ માછીમારોના તારણહાર બન્યા.
કોસ્ટગાર્ડના જવાનોએ તાબડતોડ રેસ્ક્યૂ કરી માછીમારોની જીવ બચાવવાની ઘટના પહેલા પણ અનેક વખત બની છે. પોરબંદરના દરીયામાં ભારતીય કોસ્ટગાર્ડ ફરી એક વખત માછમારી મારો માટે તારણહાર બની નવજીવન આપ્યુ. દરિયા કિનારે 40 કિલોમીટર દૂર ‘ઓમ શ્રી 1’ નામની બોટ ડૂબી રહી હતી. અને તેમાં 7 લોકો સવાર હતા. બોટ ડૂબવાની આશંકાથી સવાર લોકોએ કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી. ભારતીય કોસ્ટગાર્ડનું તૈનાત C-161 શીપ દ્વારા મદદ મોકલવામાં આવી. MRSC (PBD) દ્વારા પ્રસારિત IFB ‘ઓમ શ્રી 1’ ના ડિસ્ટ્રેસ કૉલનો જવાબ આપી તાત્કાલિક સહાય મોકલી. એક વખત ફરી માછમારી મારો માટે કોસ્ટગાર્ડ તારણહાર બન્યા અને તેમને નવજીવન આપ્યુ.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું
આ પણ વાંચો:ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
આ પણ વાંચો:ગીર સોમનાથના તાલાલાના ગામમાં ગાયોના શંકાસ્પદ મોતથી પશુપાલકોમાં ચિંતા