Girsomnath News: ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ધવા ગીર ગામમાં ગાયોના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. એક જ દિવસમાં 10થી વધુ ગાયોના મોતથી પશુપાલકો ચિંતામાં મુકાયા છે. ગામની ઘણી ગાયો હજુ પણ બીમાર છે. કોઈ વાયરસ કે ફૂડ પોઈઝનિંગની કોઈ શક્યતા નથી. પશુપાલન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે.
બીમાર ગાયોની સારવાર શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેર(Surendranagar) ના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં 15 ગાયોના શંકાસ્પદ મોત થયા છે. ઘટનાની જાણ થતા તંત્ર અને વેટરનરી તબીબો ઘટના સ્થળે પહોંચી પીએમની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ પદાર્થના સેવનથી ઝેરી અસર થવાની આશંકા છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. તેમજ ગાયોના મોતથી પશુપાલકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સુરેન્દ્રનગર શહેર, કૃષ્ણનગર, દાલમિલ રોડ અને રધુવીર નગર સહિતના વિસ્તારોમાંથી 15 જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવી હતી. આ અંગેની માહિતી મળતા જ પશુપાલકો અને પશુ પ્રેમીઓ દોડી આવ્યા હતા. તેમજ આ અંગે જવાબદાર તંત્ર અને પશુ ચિકિત્સકને જાણ કરી હતી.
આના પગલે તંત્ર અને પશુ ચિકિત્સકે સ્થળ પર પહોંચી ગાયોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે, ગાયોના મોત અલગ-અલગ વિસ્તારોમાં થયા છે, તેથી હાલ કોઈ ચોક્કસ કારણ કહી શકાય તેમ નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે કોઈ પદાર્થના સેવનની ઝેરી અસરથી આ મૃત્યુ થયું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. ત્યારે એક સાથે મોટી સંખ્યામાં ગાયોના મોત થતા પશુપાલકો અને પશુ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી.
આ પણ વાંચો: ભગવાન પણ અમને માફ નહીં કરે… 30 ગાયોના મોત પર ગુજરાત હાઈકોર્ટે લગાવી ફટકાર
