Banaskantha News/ દાંતીવાડાના ભાકોદરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોઢ ખસેડવાની હિલચાલ : 20 થી વધુ ગામનાં લોકો નુ ઉગ્ર દેખાવો

સરકાર દ્વારા ગામેગામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે

Top Stories Gujarat

Banaskantha News :  દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામે કાર્યરત કરાયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફરી ગોઢ ગામે ખસેડવાની તજવીજ હાથ ધરાતા ગામ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 20 થી વધુ ગામ લોકોને આરોગ્યની સુવિધા ઘર આંગણે મળી રહે તે માટે સરકાર દ્વારા ગામેગામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. જે આજની મોંઘીદાટ બનેલી ખાનગી આરોગ્ય સારવાર સામે ગામલોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થયા છે.

દાંતીવાડા – કૂચાવાડા હાઇવેની અંદર છ કી. મી. એ આવેલ ગોઢ ગામે અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું પણ વધુને વધુ લોકોને આરોગ્યની સેવાનો લાભ મળે એ માટે આરોગ્ય વિભાગે થોડા સમય પહેલા આ કેન્દ્ર ખસેડીને 20 ગામોના સેન્ટર એવા ભાકોદર ગામે કાર્યરત કર્યું છે. દાંતીવાડા તાલુકાના 20 ગામોનુ સેન્ટર ગણાતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંતીવાડા -પાંથાવાડાના મુખ્ય રસ્તા પર આવેલું છે.જેથી વાહન વ્યવહાર માટે પણ અનુકૂળ આ કેન્દ્રનો ભાકોદર સહિત ભાંડલી, જોરાપુરા, કોઠા, ચોડુંગરી, ધાડા, મોટી મહુડી અને લાખાણાસર જેવા 20 ગામોની પ્રજાને આરોગ્યની સવલત મળી રહે છે.

પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા ફરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરત ગોઢ ગામે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેની જાણ થતાં 20 ગામના લોકો એકત્ર થયા હતા અને તમામ ગામોના લોકોને અનુકૂળ કેન્દ્ર ન ખસેડવા ધારાસભ્યએ પણ ભલામણ કરી છે તેમ છતાં તંત્રના તઘલઘી નિર્ણયનો એક સુરે વિરોધ નોંધાવી PHC કેન્દ્ર ભાકોદર ગામે જ પૂર્વવત ચાલુ રાખવાની માંગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પૂર્વ મિસ ઈન્ડિયા બની સાયબર ઠગનો શિકાર, ડિજીટલની ધરપકડ કરી રૂ. 99 હજારની છેતરપિંડી કરી

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા 111 કરોડની છેતરપિંડી : સાયબર ગેંગમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આરોપીઓ સામેલ

આ પણ વાંચો: વિદેશ જવાની લાલચમાં યુવતી બની સાયબર ક્રાઇમનો શિકાર, ગઠિયાએ રૂ. 131000 પડાવી લીધા