Not Set/ એફઆરસી બાદ પણ વાલીઓની થતી લૂંટ, દરખાસ્તમાં શાળા દ્વારા વધુ ફી ની કરાય છે માંગણી

અમદાવાદ, અમદાવાદ ઝોનની 3 જિલ્લાની 11 શાળાઓની ગત વર્ષની પ્રોવિઝનલ ફી જાહેર થઇ છે. જે  2017-18ના  શૈક્ષણિક વર્ષની પ્રોવિઝનલ ફી એક વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. જ્યારે  11માંથી માત્ર  બે  શાળાઓની  2018-19ની પ્રોવિઝનલ ફી મંજુર કરવાની બાકી છે. રાજ્યભરની 1800 જેટલી ખાનગી શાળાઓને પોતાની દરખાસ્ત રજુ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા  31 જુલાઈ સુધીનો સમય […]

Top Stories Gujarat Others Trending
school fees 2620283 835x547 m એફઆરસી બાદ પણ વાલીઓની થતી લૂંટ, દરખાસ્તમાં શાળા દ્વારા વધુ ફી ની કરાય છે માંગણી

અમદાવાદ,

અમદાવાદ ઝોનની 3 જિલ્લાની 11 શાળાઓની ગત વર્ષની પ્રોવિઝનલ ફી જાહેર થઇ છે. જે  2017-18ના  શૈક્ષણિક વર્ષની પ્રોવિઝનલ ફી એક વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. જ્યારે  11માંથી માત્ર  બે  શાળાઓની  2018-19ની પ્રોવિઝનલ ફી મંજુર કરવાની બાકી છે.

રાજ્યભરની 1800 જેટલી ખાનગી શાળાઓને પોતાની દરખાસ્ત રજુ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા  31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ  મોટા ભાગની સ્કૂલોએ પોતાની દરખાસ્ત અને એફિડેવિટ રજુ કરી છે. જેની ફી નક્કી કરવા  માટે  ફી નિયમન કમિટીએ કામ શરુ કર્યું છે.

શાળા સંચાલકો દ્વારા ચતુરાઈ  વાપરીને  તેઓ વસૂલવા માંગતા હોય એટલી જ ફી ની મંજૂરી મળી હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા  કરવામાં આવી રહ્યા  છે. વાલીઓ દ્વારા  એફઆરસી બાદ પણ જૈસે થે જ પરિસ્થિતિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેને જોતા તે  સ્કૂલના વાલીઓ રોષે ભરાયા છે, એફઆરસી બાદ પણ મસમોટી ફી ચૂકવવા માટે વાલીઓ મજબુર બન્યા છે.

ખાનગી  શાળાઓની  ફી મામલે  થતી મનમાની રોકવા માટે અને મધ્ય્મ તેમજ ગરીબ વર્ગના  વાલીઓને સુવિધા  આપવા માટે ગત વર્ષે  એપ્રિલ  મહિનામાં ફી નિયમન કમિટીની રચના  કરવામાં  આવી  હતી. એફઆરસીના  ગઠન  બાદ જે ખાનગી શાળાઓ નિયત કરાયેલી ફી મુજબ ફી નથી લેતી તેમણે દરખાસ્ત રજુ કરવાની હોય છે,

જ્યારે નિયત ફી થી ઓછી ફી લેનાર અથવા એટલી જ ફી લેનાર શાળાઓને એફિડેવિટ રજુ  કરવાની હોય છે. અમદાવાદ ઝોનમાં જુદી જુદી 800થી વધુ શાળાઓએ પોતાની દરખાસ્ત   અને  એફિડેવિટ  FRC સમક્ષ  રજુ કરાઈ હતી જેમાંથી  હાલ  ગત વર્ષ ની 9 શાળાઓની પ્રોવિઝનલ  ફી નક્કી કરવાં આવી છે.

શહેર                       શાળા                                           ફી ની દરખાસ્ત                                          FRC નિર્ધારિત ફી 
મહેસાણા              આનંદ નિકેતન                                      25,000  થી 50,000                             23,000  થી 40,000
મહેસાણા              સેન્ટ  જોસેફ, વિજાપુર                          14,000 થી 29,400                                  14,000થી  27,240
મહેસાણા             રંગોળી ઇન્ટર નેશનલ  સ્કૂલ                    28,500 થી 41,300                                  22,000 થી 33,000
 મહેસાણા           ડિવાઇન  ચાઈલ્ડ સ્કુલ                         1,25,400 થી 1,38000                              36,500 થી 86,000
ગાંધીનગર           DPS  સ્કુલ                                          1,10,000 થી 1,40,000                            60,000 થી 80,000
ગાંધીનગર         ડિવાઇ ચાઈલ્ડ  ઇન્ટરનેશનલ  સ્કુલ         1,58, 200 થી  2, 24,000                       80,000 થી  1,40,000
ગાંધીનગર           પુના  ઇન્ટરનશનલ સ્કુલ                        50,000 થી  80,000                                25,000 થી 40,000
ગાંધીનગર            રંગોળી  ઇન્ટરનેશનલ  સ્કુલ                    35,000થી  58,300                              26,000થી   35,000
ગાંધીનગર               આવિષ્કાર સ્કુલ                              36,800 થી 78,200                                  30,000 થી 40,000

જો વાત કરીએ તો શાળા દ્વારા લેવાતી વધુ ફી પર તો  મહેસાણાની  ડિવાઇન  ચાઈલ્ડ સ્કુલમાં 30થી 40 ટકા જેટલી ફી વસુલ કરતી હતી. જયારે  ગાંધીનગરની ડિવાઇ ચાઈલ્ડ  ઇન્ટરનેશનલ  સ્કુલ 40થી 50 ટકા જેટલી ફી વસુલ કરતી હતી.

 આ 11 શાળામાંથી   માત્ર  2 શાળાઓની  વર્ષ 2018-19 શૈક્ષણિક વર્ષની પ્રોવિઝનલ  ફી જાહેર  થઇ છે..
શહેર                          સ્કુલ                                              ફી ની દરખાસ્ત                                FRC  નિર્ધારિત ફી
સાબરકાંઠા             પોદાર ઇન્ટરનૅશનલ  સ્કુલ          32,000 થી 39,900                    15,000 થી 25,000
ગાંધીનગર             સાર્વજનિક પ્રાઈમરી સ્કુલ                       30,000                                       20,000

રાજ્યભરની ખાનગી શાળાઓમાં લેવાતી ફી પર અંકુશ મેળવવા  માટે એફઆરસીનું ઘટન ગત વર્ષે કરવામાં આવ્યું હતું, જેનું કામ  શાળા દ્વારા લેવાતી વધુ ફી પર મંજૂરી કરવાનો છે જો નજર કરીએ એફઆરસીના ફી નિયમોની તો,,,

દર વર્ષે  માત્ર 10  ટાકા સુધી થઇ શકે  ફી વધારો

શાળા દ્વારા મુકવામાં આવતી દરખાસ્તો  પર મહોર  લગાવવી

શાળાઓના  એફિડેવિટ  મંજુર કરવા

એફઆરસી દ્વારા નક્કી કરાયેલા  માળખા મુજબ  ત્રણ વિભાગ  પાડવામાં  આવ્યા છે  

શાળા                                               નિયત કરાયેલ  ફી 

પ્રાથમિક  શાળા                                    15 હજાર 

માધ્યમિક  શાળા                                   25 હજાર 

ઉચ્ચતર માધ્યમિક  શાળા                       27 હજાર 

ઉચ્ચતર  સાયન્સ માધ્યમિક  શાળા           30 હજાર 

ઉપરોક્ત  મુજબ  નક્કી કરાયેલ  માળખા મુજબ જે શાળાને  ફી મંજુર હોય તેમને દર વર્ષે  એફિડેવિટ  કરવવાની  હોય છે   જ્યારે જે શાળા આ ફી  માળખા થી સહેમત  નહોય તેમને દરખાસ્ત  રજુ કરવાની હોય છે  જેના  બાદ  એફઆરસી  ચોકક સ  તપાસો બાદ  શાળાની  ફી  નક્કી  કરે છે.

આમ  વેપારીકરણ કરનાર સંચાલકો અગાઉથી જ વધારે ફી ની માંગ કરી ફાવતી ફી પર મંજૂરી મેળવવા માં સફળ થાય  છે. 2 દિવસ આગાઉ  એફઆરસી દ્વારા 9 શાળાઓની ગત વર્ષની ફી જાહેર થઇ છે ત્યારે આ વર્ષની ફી ની જાહેરાત થવાની વાલીઓ રાહ જોઈ રહ્યા છે.