Not Set/ દીવ/ ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા મિઠાઈ વિક્રેતાને ત્યાં ચેકિંગ

દીવાળીને ગણતરીના જ ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દીવમાં લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખતા તમામ મીઠાઈની દુકાનો પર મીઠાઈનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. મીઠાઈના સેમ્પલ લઈને બરોડા ચેકીંગમાં મોકલવામાં આવશે. દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય અને આરોગ્ય વિભાગ અધિકારી ડૉ. કે.વાય. સુલ્તાન ના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા મીઠાઈની ગુણવતા […]

Gujarat Others
દીવ દીવ/ ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા મિઠાઈ વિક્રેતાને ત્યાં ચેકિંગ

દીવાળીને ગણતરીના જ ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દીવમાં લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખતા તમામ મીઠાઈની દુકાનો પર મીઠાઈનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. મીઠાઈના સેમ્પલ લઈને બરોડા ચેકીંગમાં મોકલવામાં આવશે.

દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય અને આરોગ્ય વિભાગ અધિકારી ડૉ. કે.વાય. સુલ્તાન ના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા મીઠાઈની ગુણવતા ઓછી જોવા મળશે તો  દુકાન માલિક પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

હાલ દિવાળી ખૂબજ નજીક છે ત્યારે લોકો ના સ્વાસ્થયના પ્રોબલેમ ના આવે તે માટે દમણ, દીવ અને દાદરા નગરહવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલ અને સંઘપ્રદેશ ના સ્વાસ્થ્ય નિર્દેશક વી.કે. દાસ ના દિશા નિર્દેશન માં તેમજ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય અને દીવ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી ડૉ. કે.વાય. સુલ્તાન ના માર્ગદર્શન હેઠળ દીવ ફૂડ સેફ્ટી ઓફિસર રોહિત સોલંકી દ્વારા દીવ જીલ્લા ની તમામ મીઠાઈ ની દુકાનો માં સતત સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકીંગ દરમ્યાન મિઠાઈ અને ફરસાણ ની ગુણવત્તા નુ ચેકીંગ કરી સેમ્પલ ચેકીંગ અર્થે લેવા મા આવ્યા હતા. જે બરોડા લેબ માં મોકલવા માં આવશે જેમાં કોઈ પણ કચાસ જોવા મળશે તો દુકાન માલિક પર કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે. દિવાળી માં લોકો ને સારી ગુણવત્તા વાળી મીઠાઈ મળી રહે અને લોકો નુ સ્વાસ્થ્ય પણ સારું રહે તે માટે દીવ પ્રશાસન દ્વારા દર દિવાળીએ મીઠાઈ તપાસ અભિયાન હાથ ધરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.