Not Set/ ભાવનગરમાં મેયર પદ પર શું વાઘાણીનાં લીધે વર્ષા બા નું પત્તુ કપાયું?

આજે ભાવનગરનાં મેયર પદે કીર્તિબેન દાણીધારીયાનાં નામની જાહેરાત કરવામા આવી. જે બાદ ભાવનગરનાં મેયર પદે કોણ તે સવાલનો અંત આવ્યો છે.

Top Stories Gujarat Others
ગરમી 13 ભાવનગરમાં મેયર પદ પર શું વાઘાણીનાં લીધે વર્ષા બા નું પત્તુ કપાયું?

આજે ભાવનગરનાં મેયર પદે કીર્તિબેન દાણીધારીયાનાં નામની જાહેરાત કરવામા આવી. જે બાદ ભાવનગરનાં મેયર પદે કોણ તે સવાલનો અંત આવ્યો છે. જો કે ભાવનગરને નવા મેયર તો મળી ગયા પરંતુ અહી પણ નારાજગીનો દૌર યથાવત છે. જણાવી દઇએ કે, કીર્તિબેન દાણીધારિયાનાં નામની જાહેરાત બાદ વર્ષા બા એ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તો શું કહ્યુ આખરે વર્ષા બા એ…

Gujarat: અમદાવાદનાં નવા મેયર તરીકે જાણો કોનુ નામ આવ્યું બહાર?

ભાવનગરમાં કીર્તિબેન દાણીધારિયાનાં નામની જાહેરાત થતા જ વર્ષા બા પોતાની નારાજગી વ્યક્ત કરતા રડવા લાગ્યા હતા. આપને જણાવી દઇએ કે,  ભાવનગરમાં મેયર પદ માટે કીર્તિબેનની સાથે વર્ષા બા નાં નામની પણ ચર્ચાઓ થઇ રહી હતી. જો કે હવે મેયર પદે કીર્તિબેન દાણીધારિયાની પસંદગી થયા બાદ વર્ષા બા એ નારાજગી વ્યક્ત કરતા આગામી સમયમાં રાજીનામું આપી દેવાની પણ વાત કરી છે. અહી સૌથી વિચારવા લાયક વાત તો એ છે કે, એક મેયર પદ ન મળતા તેઓ મીડિયા સમક્ષ પોતાનુ ભાન ભૂલી ગયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. વળી તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, મારુ નામ જીતુ વાઘાણીનાં કારણે કપાયુ છે. મારી સાથે આ બહુ મોટો અન્યાય થયો છે.

ગુજરાત: ભાવનગરનાં મેયર પદે કોના નામની કરાઈ જાહેરાત? ડેપ્યુટી મેયર તરીકે કોની થઈ પસંદગી?

ઉલ્લેખનીય છે કે, આજે ભાવનગરમાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે,  ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચમેરન તરીકે ધીરુભાઈ ધામેલીયા, પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને દંડક તરીકે પંકજસિહ ગોહિલની વરણી કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ