Caution/ “આપ મર્યા વિના સ્વર્ગે નહીં જ જવાય” ચેતીને રહેજો કોરોનાની નકલી વેક્સીનથી

મજબૂરીને કેશ કરવા કઠણ કાળજું જોઈએ…કોઈની લાચારીને ધંધો બનાવવા આત્માનાં આવાજને કચડવો પડે…નૈતિક કામો પર અનૈતિકતાનું આવરણ ચડે, ત્યારે સમજી લેવું કે ઝમીર વેચી

Top Stories Mantavya Vishesh
duplicate corona vaccine "આપ મર્યા વિના સ્વર્ગે નહીં જ જવાય" ચેતીને રહેજો કોરોનાની નકલી વેક્સીનથી

મજબૂરીને કેશ કરવા કઠણ કાળજું જોઈએ…કોઈની લાચારીને ધંધો બનાવવા આત્માનાં આવાજને કચડવો પડે…નૈતિક કામો પર અનૈતિકતાનું આવરણ ચડે, ત્યારે સમજી લેવું કે ઝમીર વેચી બેઠેલ ગિરોહના આ કરતૂત છે. જી, હા જ્યારે કુદરતે સમગ્ર માનવજાતને ભરપૂર તસતસતી થપ્પડ લગાવી છે. લોકો સામાજિક, આર્થિક અને શારિરીક રીતે પાયમાલ થઇ ચૂક્યા છે, ત્યારે કદાચ ભગવાનને પણ એક પળ તો દયા આવી જતી હશે. પરંતુ સમાજમાં કોઈપણ સ્થિતિમાં પોતાનો ધંધો શોધતી ગિરોહ આ બરબાદીમાં પણ પોતાનો ફાયદો અને ધંધો જોતી પ્રતિત થાય છે.

rina brahmbhatt "આપ મર્યા વિના સ્વર્ગે નહીં જ જવાય" ચેતીને રહેજો કોરોનાની નકલી વેક્સીનથી

ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ નેટવર્ક્સની હવે બઝારમાં આવનાર વેક્સીન તરફ નજર

કાળમુખા કોરોનાના કહેર વચ્ચે, નકલી માસ્ક, નકલી ઈન્જેક્શનોનો જથ્થો, નકલી સેનટાઇઝરથી લઈને ઓક્સીઝન લેવલ ચેક કરવા વાપરવામાં આવતું ઓક્સિમીટર એપ પણ બઝારમાં નકલી આવી ચુક્યા છે. અને આ માટે સરકાર દ્વારા વખતો વખત ચેતવણીઓ પણ જાહેર કરવામાં આવી હતી. અને આટલું જ નહીં પરંતુ મધ્યપ્રદેશમાં તો નકલી પ્લાઝ્મા ચડાવવાને કારણે એક પેશન્ટનું મોત પણ નીપજ્યું હતું. ત્યારે કહેવાનો આશય છે કે, જ્યાં આજે લોકો કોરોના કહેરથી ત્રસ્ત છે, ડરેલા -ગભરાયેલા છે, ત્યાં ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ નેટવર્ક્સની હવે બઝારમાં આવનાર વેક્સીન તરફ નજર મંડાઈ છે.

ફાર્મા માફિયા સક્રિય

અહીં તેમને મોટો માર્જિનલ ધંધો દેખાઈ રહ્યો છે. લોકોના હીતો અને જોખમો જાય તેલ પીવા પણ અમે અમારું તરભાણું ભરીશું, જેવા ખયાલમાં રાચતા આ જુથો મોકો જોતા જ સક્રિય થઇ ચુક્યા છે. નકલી ટેસીમિઝુમેલ ઈન્જેક્શનની જેમ જ નકલી રસીનો જથ્થો બજારમાં પધરાવવા ઓર્ગેનાઇઝડ ક્રિમિનલ નેટવર્ક અમેરિકા અને બ્રિટનમાં વેક્સીન લગાવવાની હાથ ધરાયેલ પ્રક્રિયા બાદ જોશમાં આવી ગયુ છે.

ગ્લોબલ સાઈબર રિસર્ચની ચેતવણી

આ અંગે ગ્લોબલ સાઈબર રિસર્ચે ચેતવણી આપતા જણાવ્યું છે કે, ઇન્ટરનેટ પર તેવી કેટલીય પોષ્ટ મળી છે કે, જે કોરોનાને કન્ટ્રોલ કરવા કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવાનો દાવો કરી રહી છે. ડાર્કનેટ પર કોરોના વેક્સીન 250 થી 300 ડોલરમાં ઉપલબ્ધ છે. અને આ જૂથો લોકોને વિશ્વાસમાં લેવા આ માટે વેક્સિનની સફ્ળતામો દાવો કરતી જાહેરાતો પણ બતાવી રહ્યા છે. જેથી લોકો આસાનીથી ભરમાઈ જાય.

ઇન્ટરપોલે કહ્યું સાવધાન

વિશેષમાં, ઇન્ટરપોલે પણ દુનિયાભરમાં પ્રવર્તમાન લીગલ એજન્સીઓને સાવધાન કરતા જણાવ્યું છે કે, સંગઠિત અપરાધ ગિરોહ કોવિદ-19 ની નકલી વેક્સીન નો પ્રચાર કરી શકે છે.તેને સીધા કે ઈન્ટરનેટના માધ્યમથી વેચી શકે છે. અને આ માટે તેને 194 જેટલા દેશોને ઓરેન્જ નોટિસ પણ મોકલી આપી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક સુરક્ષા પર ગંભીર ખતરો ઉભો કરતી વ્યક્તિ, વસ્તુ કે આયોજન ની ચેતવણી આપવા ઇન્ટરપોલ આ ઓરેન્જ નોટિસ જારી કરે છે. વધુમાં ભારતમાં સીબીઆઈ ઇન્ટરપોલ સાથે સમન્વય કરીને કામ કરે છે.

આપ મર્યા વિના સ્વર્ગે ન જઇ શકાય

લોકોએ જ હવે તો સાવધાન થવું પડશે. કેમ, કે આવી નકલી વેક્સીન જાનલેવા પણ બની શકે. અને સામે છેડે ફાયદો તો કોઈ થાય જ નહીં. વળી આપણી કમનસીબીએ ભારતમાં આમપણ રામરાજ્ય અને પ્રજા સુખી છે તેમ માનીને ચાલવું પડે તેવી સ્થિતિ છે. કેમ કે, અહીં કુદરત બક્ષીત હવા, પાણી અને અનાજમાં પણ ભારોભાર ભેળસેળ, નકલ અને ગેરરીતિઓ પ્રચંડ પ્રમાણમાં થાય છે. અહીં હવાથી લઇ પાણી પણ ઝેરીલા છે. અને વળી નકલી અને ભેળસેળયુક્ત ચીજોનું તો શું કહેવું જ કે, ઝેર પણ ઇવન અહીં તમને ચોખ્ખું ના મળે તેવી સ્થિતિ પ્રવર્તમાન છે.

અનેક ડુપ્લિકેટનાં કારણે જ ભારતમાં કેન્સર બેફામ

વસ્તુમાં રહેલ ભેળસેળને નકલી ચીજ વસ્તુઓની ખરાઈ માટે ફૂડ લેબોરેટરીઓ અને ફૂડ ઇન્સ્પેકટ્રોની ભારે અછત છે. અને જે અવેલેબલ છે તેમાં ભારોભાર મીલીભગત માલુમ પડે છે. નકલી દૂધની તો વાત જ થાય તેમ નથી. આ યુરિયાયુક્ત દૂધ માસૂમોનાં પેટ બચપણથી જ ખરાબ કરી નાખે છે. તેમછતાં ધોળા દૂધ નો કાળો કારોબાર આજ દિન સુધી નથી અટક્યો. ચોખ્ખી અને શુદ્ધ અને અસલ ચીજ-વસ્તુ મેળવવી તે ભારતમાં અતિ દોહ્યલું કામ છે. લોભ, લાલચ ને નેમ બનાવી ચૂકેલ ગેંગ ભારતના બઝારની દરેક ચીજ-વસ્તુ પર એક હથ્થું શાસન કરી રહી છે.

તેમછતાં કોઈપણ સરકારના શાસન માં આ નકલી અને ભેળસેળયુક્ત ચીજ-વસ્તુની બનાવટ સામે લાલ આંખ નથી બતાવી કે, ના તો તેમના એજન્ડામાં સ્થાન આપ્યું છે. અને તેથી જ આજે ભારતમાં કેન્સર બેફામ બન્યું છે. કેમિકલના ભરપૂર સેવનને કારણે તમામ વર્ગના શરીરમાં બી 12 ની ઉણપ ઉભી થઇ છે. તે સિવાયના રોગોનું લિસ્ટ ઘણું લાબું છે. કે જે આવી નકલી અને ભેળસેળવાળી ચીજોથી બને છે. અરે આ લોકોએ ગરમ મસાલા બનાવવા ગધેડાની લાદ ને પણ નથી છોડી ત્યારે બીજી ચીજોનું તો શું કહેવું જ. કેમ કે, આ અંગે લખવા બેસીયે તો પાનેપાનાં ભરાય.

જાગૃત રહો તે જ ઇલાજ

લોકોએ કોરોનાની નકલી વેક્સીન થી બચવા પોતે જ જાગૃત બનવું પડશે. અને આ માટે ખાસ તો ઇન્ટરનેટ માધ્યમથી વેચાતી કે કોઈ વ્યક્તિ કે અજાણી સંસ્થા દ્વારા અપાતી રસી કે રાસીની જાહેરાત સામે સાવધ થવું જોઈશે. સરકાર દ્વારા , સરકારી હોસ્પિટલોમાં થી વિતરણ થતી રસી જ લેવી જોઈએ. અન્યથા રાશિની સફળતાનાં લલચામણાં દાવા કરતી નકલી ફાર્મા કંપનીઓને અવગણીને જ ચાલવું તે જ બચાવ છે…

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…