Not Set/ પૂર્વ CECએ મોદી સરકાર પર ફોડ્યું ઠીકરું, કહ્યું, “ચૂંટણીમાં નોટબંધીનો પ્રયોગ છે અસફળ”

નવી દિલ્હી, તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ચીફ ઈલેક્શન કમિશનર ઓ પી રાવતે ૨ વર્ષ પહેલા એટલે કે, ૮ નવેમ્બરના રોજ લાગુ કરાયેલી નોટબંધી અંગે વર્તમાન મોદી સરકાર પર ઠીકરું ફોડ્યું છે. ઓ પી રાવતે કહ્યું હતું કે, “નોટબંધી બાદ પણ ચૂંટણીઓમાં કાળાનાણાનો ઉપયોગ થઇ રહ્યો છે અને પાછળની ચૂંટણીઓની તુલનામાં આ ચૂંટણીમાં વધુ પ્રમાણમાં કાળુંનાણું […]

Top Stories India Trending
OPRawat પૂર્વ CECએ મોદી સરકાર પર ફોડ્યું ઠીકરું, કહ્યું, "ચૂંટણીમાં નોટબંધીનો પ્રયોગ છે અસફળ"

નવી દિલ્હી,

તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ચીફ ઈલેક્શન કમિશનર ઓ પી રાવતે ૨ વર્ષ પહેલા એટલે કે, ૮ નવેમ્બરના રોજ લાગુ કરાયેલી નોટબંધી અંગે વર્તમાન મોદી સરકાર પર ઠીકરું ફોડ્યું છે.

ઓ પી રાવતે કહ્યું હતું કે, “નોટબંધી બાદ પણ ચૂંટણીઓમાં કાળાનાણાનો ઉપયોગ થઇ રહ્યો છે અને પાછળની ચૂંટણીઓની તુલનામાં આ ચૂંટણીમાં વધુ પ્રમાણમાં કાળુંનાણું જપ્ત કરાયું છે”.

 નોટબંધી અંગે પૂર્વ CECએ જણાવ્યું, “નોટબંધી બાદ કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણીઓ દરમિયાન રૂપિયાનો થતો દુરપયોગ ઓછો થઇ જશે, પરંતુ જપ્ત કરવામાં આવેલી રકમ જોઇને તે અસફળ સાબિત થઇ રહ્યું છે.

તેઓએ વધુમાં કહ્યું, ‘”એવું લાગી રહ્યું છે કે,,રાજનૈતિક વર્ગ અને તેઓના ફાઇનાન્સરોને રૂપિયાની કોઈ જ કમી નથી. આ પ્રકારે ઉપયોગમાં લેવાતો રૂપિયો સમાન્ય રીતે કાળુંનાણું જ હોય છે”.

કાળાનાણા અંગે તેઓએ ઉમેર્યું, “જ્યાં સુધી ચૂંટણીની વાત છે તો ચૂંટણીઓમાં કાળાનાણાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની કોઈ તપાસ થતી નથી”.