Not Set/ એઈમ્સ હોસ્પિટલનું કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ, વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા

ગજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે ત્યારે આજે રાજકોટ એઈમ્સ મેડીકલ કોલેજમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો આજથી શુભારંભ થયો છે. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે તબીબી પ્રવેશ

Top Stories Gujarat
rajkot

ગજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે ત્યારે આજે રાજકોટ એઈમ્સ મેડીકલ કોલેજમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો આજથી શુભારંભ થયો છે. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે તબીબી પ્રવેશ કાર્ય પૂર્ણ થતાં આજથી 50 બેઠકો સાથે મેડીકલ વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચ રાજકોટ પીડીયું મેડીકલ કોલેજ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. જેનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું.

Politics / દાવ યુપીમાં અને દ્રષ્ટી બંગાળમાં…!! મતબેંકનાં રાજકારણમ…

એઈમ્સના પ્રથમ એમબીબીએસના 50 વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે અત્રેના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત જન સમુદાયને વર્ચ્યુઅલ સંબોધન કરતા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે રાજકોટ ખાતે એઈમ્સ દોઢ વર્ષમાં કાર્યરત થઈ જશે. ડોક્ટર હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે એઈમ્સ માટે ખાસ પ્રકારના સાધનોની જરુરીયાત પડશે અને તે માટે કેન્દ્ર સરકાર 185 કરોડના ખર્ચે નવા સાધનો આપશે.એઈમસનો પ્રોજેક્ટ 1195 કરોડ થવા જાય છે. એઇમ્સમાં 850 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે નવી બેચ ના 50 વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ વર્ચ્યુઅલ સંબોધનમાં એઈમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ ઝડપભેર પૂરો થાય તે માટે પણ અધિકારીઓને જણાવ્યું હતું. 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચમાં ગુજરાતના 22 અને અન્ય રાજ્યોના 28 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Corona Virus / યુરોપિયન યુનિયનના અનેક દેશો સાથે UKની વિમાની સેવા બંધ, ભારત …

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ ઓનલાઇન ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા,અમીબેન યાજ્ઞિક, પૂનમબેન માડમ, એઈમ્સના રાજકોટ અને જોધપુરના ડાયરેક્ટર સંજય મિશ્રા,આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી, ચરણસિંહ ગોહિલ, ડીઆરડીએના નિયામક જે.કે.પટેલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ સહિતનાઓ હાજર રહ્યા હતા.કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અસ્વીનીકુમાર ચૌબેએ ભારત દેશમાં તબીબી ક્ષેત્રે મોટી સંખ્યામાં ડોકટરોની ઉપલબ્ધી પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંજૂર કરવામાં આવેલ 16 નવી એઇમ્સનું સ્વાગત કર્યું હતું તેમજ નવી 75 જેટલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ નિમર્ણિ થઈ રહી હોવાનું તેમને જણાવી કહ્યું હતું કે ભારત દેશમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઉત્કૃષ્ટ તબીબી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આગળ કટિબદ્ધ છે.આ પ્રંસગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ગુજરાતમાં રાજકોટ ખાતે એઇમ્સના નિમર્ણિ કાર્યને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પ્રયાસો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને તબીબીક્ષેત્રે વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિશેષ સારવાર સુવિધાનો લાભ મળશે.

SAD / કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મોતીલાલ વ્હોરાનું નિધન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…