Covid-19/ કોરોનાની ચાલ નબળી પડી, ગુજરાતમાં આજે 7 લોકોના મોત સાથે આટલા જ કેસ નવા

વિશ્વમાં કોરોનાનો નવો પ્રકાર હાહાકાર મચાવી રહ્યો છે. ખાસ કરીને બ્રિટેનમાં કોરોનાનાં નવા પ્રકારનાં અને નવા સ્વરુપનાં વાઇરસે પોતાની પકડ વધુ મજબૂત બનાવી હોવાનું નોંધવામાં આવી રહ્યું છે, સાથે

Top Stories Gujarat Others
corona1 1 કોરોનાની ચાલ નબળી પડી, ગુજરાતમાં આજે 7 લોકોના મોત સાથે આટલા જ કેસ નવા
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 960
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 236259
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 07
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1268
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 220393
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 11625

વિશ્વમાં કોરોનાનો નવો પ્રકાર હાહાકાર મચાવી રહ્યો છે. ખાસ કરીને બ્રિટેનમાં કોરોનાનાં નવા પ્રકારનાં અને નવા સ્વરુપનાં વાઇરસે પોતાની પકડ વધુ મજબૂત બનાવી હોવાનું નોંધવામાં આવી રહ્યું છે, સાથે સાથે અમેરિકામાં પણ કોરોનાનો હાહાકાર યથાવત જોવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતમાં કોરોનાનાં આંકડા જોતા લાગી રહ્યું છે કે હાલની સ્થિતિમાં કોરોનાનાં કાબૂમાં છે.રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જો કે, પાછલા દિવસોના પ્રમાણમાં અંશત ઘટાડો જોવામાં આવી રહ્યો છે, છતાં પણ સંક્રમણ હજુ ગયુ નથી અને કાળમુખો પોતાનો રંગ બતાવી જ રહ્યો છે તેવી સ્થિતિ સ્પષ્ટ જોવામાં આવી રહી છે.

ગુજરાતમાં સોમવારની કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવે તો, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 960 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 07 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

Caution / “આપ મર્યા વિના સ્વર્ગે નહીં જ જવાય” ચેતીને રહેજો…

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1268 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  કુલ 220393 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 11625 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 11625 એક્ટિવ કેસમાંથી 66 વેન્ટીલેટર પર છે, જ્યારે 11559 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 960 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક  23625 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 07  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4241દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Politics / દાવ યુપીમાં અને દ્રષ્ટી બંગાળમાં…!! મતબેંકનાં રાજકારણમ…

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 54612 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍ 9108393 ટેસ્ટ કરવામા આવ્યા છે.

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 507002 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 506876 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 126 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણPress Brief 21.12.2020

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…