Not Set/ ચીન : ઈ-કોમર્સ કંપની અલીબાબાએ માત્ર એક દિવસમાં ૪૧ હજાર કરોડ રૂપિયાનો સામાન વેંચ્યો

વિશ્વ વિખ્યાત અલીબાબા ઈ-કોમર્સ કંપની વિશે તો તમે જાણતા જ હશો. દર વર્ષે આ કંપની સિંગલ્સ ડે સેલનું આયોજન કરે છે. આ કંપનીએ હાલમાં જ કરેલા સેલ દરમ્યાન માત્ર પાંચ મિનીટમાં ૩ બિલીયન ડોલર એટલે કે આશરે ૨૧ હજાર કરોડ રૂપિયાનો સામાન વહેચ્યો છે. Singles' Day Double 11 is off to a great start and […]

Top Stories World Trending
800x 1 ચીન : ઈ-કોમર્સ કંપની અલીબાબાએ માત્ર એક દિવસમાં ૪૧ હજાર કરોડ રૂપિયાનો સામાન વેંચ્યો

વિશ્વ વિખ્યાત અલીબાબા ઈ-કોમર્સ કંપની વિશે તો તમે જાણતા જ હશો. દર વર્ષે આ કંપની સિંગલ્સ ડે સેલનું આયોજન કરે છે. આ કંપનીએ હાલમાં જ કરેલા સેલ દરમ્યાન માત્ર પાંચ મિનીટમાં ૩ બિલીયન ડોલર એટલે કે આશરે ૨૧ હજાર કરોડ રૂપિયાનો સામાન વહેચ્યો છે.

આ સેલ રવિવારના રોજ ૨૪ કલાક માટે ચાલુ કરવામાં આવ્યો હતો.

તમને સેલ વિશે કહીએ તો તેમાં આ વર્ષે સૌથી વધારે વેંચાણ એપલ અને શયોમી જેવી ટોપ બ્રાંડનું થયું છે.અલીબાબા કંપનીએ આ સેલની શરૂઆત વર્ષ ૨૦૦૯માં કરી હતી. ત્યારબાદ દુનિયાભરના લોકોની નજર આ સેલ પર મંડરાયેલી રહે છે.

એક કલાકમાં આંકડો ૧૦ બિલિયન ડોલર સુધી પહોચી ગયો હતો. અલીબાબાના સંસ્થાપક જૈક માં પણ આ સેલની કાઉન્ટ ડાઉન દરમ્યાન હાજર હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ૨૪ કલાકમાં કુલ મળીને ૨૫ બિલિયન ડોલરનું વેંચાણ થયું છે.

ઉલ્લેખનીય છે કે અલીબાબાના આ ધમાકેદાર સેલની ખરીદી લોસ એન્જલેસ, ટોક્યોમાં પણ થઇ છે. આ સેલમાં લોકોએ ડાયપરથી લઈને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુની ખરીદી કરી હતી.