iim-ahmedabad/ IIMA દ્વારા નવા ડિરેક્ટરની જાહેરાત, ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ નવા ડિરેક્ટરની જાહેરાત કરી છે જેમાં પ્રોફેસર ભરત ભાસ્કરનને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પાંચ વર્ષના…

Ahmedabad Top Stories Gujarat
Bharath Bhaskaran as Director

Bharath Bhaskaran as Director: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ નવા ડિરેક્ટરની જાહેરાત કરી છે જેમાં પ્રોફેસર ભરત ભાસ્કરનને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પાંચ વર્ષના સમયગાળા માટે ડિરેક્ટર તરીકે સેવા આપશે. ખાસ વાત એ છે કે વર્તમાન પ્રોફેસર એરોલ ડિસોઝાનો કાર્યકાળ છે જે 31 જાન્યુઆરીના રોજ સમાપ્ત થાય છે. નવા નિયુક્ત ડાયરેક્ટર ભારત ભાસ્કરનનો કાર્યકાળ 01 માર્ચ, 2023થી શરૂ થવા જઈ રહ્યો છે.

સૂત્રો મુજબ પ્રોફેસર ભારત ભાસ્કર હાલમાં IIM લખનૌમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સિસ્ટમ્સમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. અને 01 માર્ચથી પદ સંભાળશે. વચગાળામાં બોર્ડ ઓફ ગવર્નર્સે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીના સમયગાળા માટે પ્રોફેસર અરિંદમ બેનર્જીને ડાયરેક્ટર-ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો: Republic day/ગણતંત્ર દિવસની પરેડમાં પહેલીવાર જોવા મળશે ગરુડ કમાન્ડોની શક્તિ, ટ્રેનિંગ હોય છે કડક