ગુજરાત/ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ તો ડિફેન્સ એકસ્પો મોકૂફ

અગાઉ કોરોનાને કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ  રદ્દ કરવામાં આવી હતી તો હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતા ને પગલે વાઇબ્રન્ટ સમિટ  રદ કરવામાં આવી છે. 

Top Stories Gujarat
Untitled 21 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ તો ડિફેન્સ એકસ્પો મોકૂફ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ
અગાઉ જાન્યુઆરીમાં યોજાવાની હતી સમિટ
કોરોનાના કારણે સમિટ મોકુફ રખાઇ હતી
એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઇ શકે છે સમિટ
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જોતા લેવાયો નિર્ણય
યુક્રેન-રશિયા યુદ્ધના કારણે અનિશ્ચિતતા

ગુજરાત રાજ્યમાં યોજાતી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ  રદ્દ કરવામાં આવી છે તો ડિફેન્સ એકસ્પો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ કોરોનાને કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ  રદ્દ કરવામાં આવી હતી તો હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતા ને પગલે વાઇબ્રન્ટ સમિટ  રદ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે વાઇબ્રન્ટ સમિટ અગાઉ જાન્યુઆરીમાં યોજવાની હતી. તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી. પરંતુ રાજ્યમાં કોરોનાના કહેરને પગલે સમિટ રદ્દ કરવામાં આવી હતી. તો હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ ને પગલે વિશ્વમાં ફેલાયેલી આરાજક્તાને ધ્યાનમાં રાખીને આ સમિટ રદ્દ કરવામાં આવી છે. જો આગામી મહિનાઓમાં વિશ્વની પરિસ્થિતિ જોતાં આગામી એપ્રિલ કે મહિનામાં ફરી એક વાર વાઇબ્રન્ટ સ્મિતનું આયોજન થઈ શકે છે. હાલની પરિસ્થિતિમાં વિદેશી રોકાણકારોમાં અનિશ્ચિત્તનો માહોલ ઊભો થયો છે.

તો સાથે  10મી માર્ચથી ગાંધીનગરમાં શરૂ થનારા ડિફેન્સ એક્સ્પો- 2022ને પણ  મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારત સરકારે ડિફેન્સ એકસ્પો મોકૂફ રાખ્યો છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ અંગે જાહેરાત કરવામાં આવી છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, એક્સપોમાં ભાગ લેનારાઓ સામાન પહોંચાડવામાં લોજિસ્ટિકની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાથી તેનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. તેની નવી તારીખો જલ્દી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટાપાયે Defence Expo 2022ના આયોજનની તૈયારીઓ ચાલી રહી હતી.

2014 સુધી માત્ર દિલ્હીમાં જ ડિફેન્સ એક્સપોનું આયોજન થતું હતું. જોકે ત્યારબાદ તેના સ્થળોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2016માં ગોવામાં, 2018માં ચેન્નઈ તેમજ 2020માં લખનઉમાં ડિફેન્સ એક્સપોનું આયોજન થયું હતું. આ વર્ષે ગુજરાતમાં તેનું આયોજન થવાનું હતું. રિવરફ્રંટ પર તેની તૈયારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. ગાંધીનગર અને અમદાવાદ રિવરફ્રંટ પર મોટાપાયે લશ્કરી સામાન લાવી પણ દેવામાં આવ્યો હતો, પરંતુ હવે આ એક્સપો ક્યારે યોજાશે તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી.

પાકિસ્તાન/ પેશાવરની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 30ના મોત, જુવો ફોટો

આસ્થા / વારંવાર અપમાન કે પિતા સાથે વિવાદ થાય છે તો આ ગ્રહ બની શકે છે કારણ, જાણો ઉપાય

Life Management / મહાત્મા ધ્યાનમાં બેસતા પહેલા બિલાડીને બાંધતા હતા, એક દિવસ બિલાડી મરી ગઈ… પછી શું થયું?

ભવિષ્યવાણી / ‘બાબા વેંગા’ની વધુ એક ભવિષ્યવાણી પડશે સાચી? રશિયાને લઈને કહી હતી આ વાત