અમદાવાદ/ મુસ્લિમ છોકરી સાથે ફરવા બદલ હિંદુ છોકરાને ટોળાએ માર માર્યો, બુરખો ઉતારી કર્યું દુર્વ્યવહાર

વક અને તેની મિત્ર દાણીલીમડા વિસ્તારમાં નાસતા ફરતા હતા. ત્યારબાદ ટોળાએ તેને ઘેરી લીધો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો.

Ahmedabad Gujarat
Untitled 240 6 મુસ્લિમ છોકરી સાથે ફરવા બદલ હિંદુ છોકરાને ટોળાએ માર માર્યો, બુરખો ઉતારી કર્યું દુર્વ્યવહાર

Ahmedabad : ગુજરાતમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ એક હિન્દુ યુવક અને તેની મુસ્લિમ મહિલા મિત્રને ઘેરી લીધા અને પછી યુવક અને યુવતીને માર મારવાનું શરૂ કર્યું. અમદાવાદ જિલ્લાની 26મી ઓગસ્ટની આ ઘટના છે. યુવક અને તેની મિત્ર દાણીલીમડા વિસ્તારમાં નાસતા ફરતા હતા. ત્યારબાદ ટોળાએ તેને ઘેરી લીધો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડ વારંવાર બુરખો પહેરેલી યુવતીના ઢાંકેલા ચહેરાને ઉઘાડી રહી છે. જ્યારે યુવતીએ પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો ત્યારે એક વ્યક્તિએ કહ્યું, ‘હું તેના માતા-પિતાને કહીશ.’ ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ યુવકને થપ્પડ મારવાનું શરૂ કર્યું. અન્ય ઘણા લોકો પણ યુવકને થપ્પડ મારતા અને દુર્વ્યવહાર કરતા જોવા મળે છે.

છોકરીના ચહેરા પરથી બુરખો હટાવતી વખતે એક વ્યક્તિએ કહ્યું, ‘તેના પિતાને બોલાવો.’, ટોળાએ યુવકને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તારી હિંમત કેવી રીતે થઈ મુસ્લિમ યુવતી સાથે ફરવાની. આ ઘટના બાદ અમદાવાદ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં અકબર પઠાણ, ફૈઝાન શેખ અને હુસૈન સૈયદ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા